તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધો.5ના પેપરમાં વિદ્યાર્થી જવાબ તો લખી શકશે પણ નામ ક્યાં લખશે ?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર ¿ ભાવનગર | 11 એપ્રિલ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા હાલ શહેરભરની મ્યુ. પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી છે. જેમાં નિયમ મુજબ ધો.5ની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં જ જવાબ આપવાના હોય છે. પણ આજે ધો.5માં અંગ્રેજીનું પ્રશ્નપત્ર હતું જેમાં જવાબો લખવા માટે તો પ્રશ્નપત્રમાં જગ્યા હતી પણ વિદ્યાર્થીને તેનું નામ, સિટ નંબર વિગેરે અતિ અગત્યની માહિતી લખવા માટે જગ્યા ન આપતા વિદ્યાર્થીઓએ ભારે પરેશાની અનુભવી હતી. આખરે ઉપરના ભાગે જ્યાં ધોરણ, વિષય, તારીખ અને સમય જેવી માહિતી લખી હોય તેની સાથે નામ લખવાની ફરજ પડી હતી અને કોઇઅે પેપરમાં ઉપરની બાજુ ડાબી બાજુએ તો કોઇએ જમણી બાજુ તો કોઇએ મધ્યમાં નામ અને બેઠક ક્રમાંક લખ્યો હતો.

બીજા સત્રની આજની પરીક્ષામાં ધો.5માં અંગ્રેજી વિષયનું પેપર હાથમાં આવતા વિદ્યાર્થી\\\" હેરાન પરેશાન થઇ ગયા હતા કે આમાં અમારે અમારૂ નામ અને બેઠક ક્રમાંક ક્યાં લખવો ω કારણ કે તે માટે ઉપરની બાજુ કોઇ જગ્યા જ ન હતી. આખરે વિદ્યાર્થીઓએ પોતાની રીતે ઉપરના ભાગે નામ અને બેઠક ક્રમાંક પોતાની સૂઝથી લખી નાખ્યા હતા. આ પેપર ચકાસણી કરવાનું મૂલ્યાંકનકાર માટે અઘરુ પડશે.

અન્ય સમાચારો પણ છે...