તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PTCની બન્ને વર્ષની વાર્ષિક પરીક્ષાનો 29મીથી આરંભ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | ભાવનગર | 12 એપ્રિલ

આ વર્ષે લોકસભાની ચૂંટણીના અનુસંધાને ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ડી.એલ.એડ. પ્રથમ અને દ્વિતીય વર્ષની પરીક્ષા કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પીટીસી જે હવે નવા નામ મુજબ ડિપ્લોમા એલિમેન્ટરી એજ્યુકેશન (ડી.એલ.એડ.)ના નામે ઓળખાય છે. પહેલા આ પરીક્ષાઓ 22/4/2019થી શરૂ થવાની હતી પણ હવે નવા કાર્યક્રમ મુજબ તા.29/4/2019થી શરૂ થશે. સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ વર્ષમાં રેગ્યુલર તાલીમાર્થીઓ 3,582 અને દ્વિતીય વર્ષમાં રેગ્યુલર સંખ્યા 3,110 છે. આમ બન્ને વર્ષની કુલ સંખ્યા 6,692 છે. આ તમામ તાલીમાર્થીઅોની પરીક્ષા એક સપ્તાહ પાછી ઠેલાઇ છે.

ભાવનગર જિલ્લામાં કુલ 4 અધ્યાપન મંદિરો છે. જેમાં ઘરશાળા અધ્યાપન ભાવનગર માત્ર મહિલા અધ્યાપન મંદિર છે જેમાં પરીક્ષાર્થીઓની સંખ્યા પ્રથમ વર્ષમાં 79 અને દ્વિતીય વર્ષમાં 80 સંખ્યા કુલ 159 રેગ્યુલર છે. જ્યારે આ સિવાય બે સ્વનિર્ભર ઉખરલા અને મહુવા રાધેશ્યામ પીટીસી કોલેજમાં મિશ્ર ભાઈઓ-બહેનો અનુક્રમે 41 અને 47 પરીક્ષાર્થીઓછે. ભાવનગર જિલ્લામાં કુલ 247 તાલીમાર્થી હાલ નિયમિત અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે લોકભારતી સણોસરા અધ્યાપન મંદિરને પરીક્ષામાં સ્વાયત્તતા અપાયેલ છે જે પોતે જ પરીક્ષા લે છે. પરીક્ષાના આયોજન માટે તંત્ર દ્વારા આખરીઓપ અપાઈ રહ્યો છે.

નવમી મે સુધી પરીક્ષા ચાલશે
પીટીસીના પ્રથમ અને બીજા વર્ષની પરીક્ષાનો આરંભ 29 એપ્રિલથી થશે. પ્રથમ વર્ષની પરીક્ષામાં કુલ 70 ગુણના પ્રશ્નપત્ર હશે અને તે માટે સમય બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા દરમિયાન રહેશે. જ્યારે બીજા વર્ષ માટે પણ પ્રશ્નપત્રો તો 71 ગુણના જ રહેશે પણ પરીક્ષાનો સમય સવારે 10 વાગ્યાથી 1 વાગ્યા દરમિયાન રહેશેે.

અન્ય સમાચારો પણ છે...