રાષ્ટ્રભાષા પ્રચાર સમિતી વર્ધાના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : રાષ્ટ્રભાષા પ્રચાર સમિતી વર્ધા દ્વારા તા.28 અને 29 સપ્ટેમ્બર-2019 દરમિયાન હિન્દીની વિવિધ પરીક્ષાઓ શુદ્ધ સુલેખન, પ્રાથમિક, પ્રારંભિક, પ્રવેશ રાષ્ટ્રભાષા પરિચય, રાષ્ટ્રભાષા રત્ન પરીક્ષાઓ લેવાશે. આ પરીક્ષાઓના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ છે.

આ પરીક્ષાઓમાં ધો.4 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ તેમજ અભ્યાસન કરતા વિદ્યાર્થીઓ પણ બેસી શકે છે. જે વિદ્યાર્થીઓ આ હિન્દી પરીક્ષાઓનું ફોર્મ ભરવા ઈચ્છતા હોય તથા જે શાળા, કોલેજ પોતાની સંસ્થામાં નવું પરીક્ષા કેન્દ્ર શરૂ કરવા ઈચ્છતી હોય તેઓએ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતી (વર્ધા) ભાવનગર જિલ્લા કેન્દ્ર તેજસ્વી સ્કુલ બાલયોગીનગર ઘોઘારોડ, ભાવનગર ખાતે સોમવાર થી શુક્રવાર સવારે 10 થી 12 દરમિયાન રૂબરૂ સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...