તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જ્ઞાનમંજરી હાઇ.ને 149 રને હરાવી સેંટ ઝેવિયર્સ ચેમ્પિયન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન અને સર ભાવસિંહજી ક્રિકેટ કલબ દ્વારા આયોજીત આર.ડી.ઝાલા અંડર-16 આંતર શાળાકીય ક્રિકેટ ટુર્નામેન્ટની આજે રમાઇ ગયેલી ફાઇનલ મેચમાં જ્ઞાનમંજરી હાઇસ્કૂલને 149 રનના માતબર અંતરથી પરાસ્ત કરી સેંટ ઝેવિયર્સ હાઇસ્કૂલની ટીમે ચેમ્પિયનશિપ હાંસલ કરી હતી.

ભરૂચા ક્રિકેટ કલબના મેદાન ખાતે આજે રમાઇ ગયેલી ફાઇનલ મેચમાં સેંટ ઝેવિયર્સ હાઇસ્કૂલની ટીમે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારીત 40 ઓવર્સમાં 3 વિકેટે 235 રન નોંધાવ્યા હતા. જેમાં અંશ ગોસાઇના અણનમ 111 રન, તુષારરાજ રાઓલે 71 રનનું યોગદાન આપ્યુ હતુ.

જ્ઞાનમંજરી હાઇસ્કૂલની ટીમ 21.5 ઓવર્સમાં 86 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. ધ્યેય કેવડીયાના 21, મોહિત સરવૈયાના 15 રન મુખ્ય હતા. સેંટ ઝેવિયર્સ હાઇ. વતી તુષારરાજ રાઓલે 4, પ્રતિક શિયાળ અને રીઝવાન દલે 2-2 વિકેટો ખેડવી હતી.

મેન ઓફ ધ મેચનો એવોર્ડ તુષારરાજ, મેન ઓફ ધ સીરીઝ રીઝવાન દલ, બેસ્ટ બેટ્સમેન તરીકે અંશ ગોસાઇને ઇનામોથી સન્માનીત કરવામાં આવ્યા હતા. અામ, ફાઇનલ મેચમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના 40 ઓવરમાં 235 રનની સામે જ્ઞાન મંજરીની ટીમ 21.5 અોવરમાં 86 રને ઓલ આઉટ થઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...