તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ST કર્મી.ઓ રોજ લઇ રહ્યા છે અકસ્માત નહીં કરવાની પ્રતિજ્ઞા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સમગ્ર રાજ્યની સાથોસાથ ભાવનગર એસટીના કર્મચારીઓ અકસ્માત નહીં કરવાની પ્રતિજ્ઞા લઇ રહ્યા છે. ડ્રાઇવરો પોતાના નામ, બેઝ નંબર અને સહિ સાથે લેખિતમાં પ્રતિજ્ઞા જાહેર કરી રહ્યા છે કે તેઓ નિગમના પ્રવાસીઓની સુરક્ષા માટે કટિબદ્ધ છે અને તેઓ અકસ્માત થાય તેવી કોઇ જ હરકત કરશે નહીં. માર્ગ સુરક્ષા સપ્તાહ અંત્રર્ગત આ પ્રતિજ્ઞા લેખિતમાં લેવામાં આવી રહી છે. એસટીનું કહેવું એમ પણ છે કે આવા પ્રયત્નો થકી જ છેલ્લા એક વરસમાં અકસ્માતોનું પ્રમાણ 50 ટકા ઘટાડી શકાયું છે.

ભાવનગર એસટીના ડીસી પી.એમ. પટેલે કહ્યું કે જીએસઆટીસીની બસોની વાહન સેવાને લોકો તમામ પ્રકારે વિશ્વસનીય ગણે છે. આ સ્થિતિમાં એસટી બસો દ્વારા કોઇ અકસ્માત ન થાય તે માટે નિગમ સતત પ્રયત્નશીલ છે. આ માટે થયેલા પ્રયત્નોનું ફળ એ છે કે ભાવનગર એસટીમાં ગત વરસની સરખામણીએ અકસ્માતોની સંખ્યામાં 50 ટકા ઘટાડો થયો છે.

ભાવનગર એસટીમાં ગત વર્ષે એટલે કે વર્ષ 2018/19માં 41 અકસ્માત થયા હતા. જેમાં 12 અકસ્માતો જીવલેણ અને 21 અકસ્માતો ગંભીર અને 8 અકસ્માત સામાન્ય રહ્યા હતા. તેની સરખામણીએ 2019/20માં 21 અકસ્માત થયા હતા. જેમાં 4 અકસ્માતો જીવલેણ અને 14 અકસ્માતો ગંભીર અને 3 અકસ્માત સામાન્ય રહ્યા હતા. હાલ 31મું માર્ગ સુરક્ષા સપ્તાહ ઉજવાઇ રહ્યું છે ત્યારે તા.11થી 17 દરમ્યાન ડ્રાઇવરો રોજે રોજ પ્રતિજ્ઞા લઇ રહ્યા છે. ડીવીજન દ્વારા અકસ્માત ન થાય તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો