તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જ્ઞાતિ વિશે અભદ્ર ભાષાની પત્રિકા ફરતી થતા ચકચાર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર | ભાવનગર| 25 ફેબ્રુઆરી

શહેરના મીલેટ્રી સોસાયટી, ગણેશનગર વિસ્તારમાં ગત શનીવારે મોડી રાત્રે કોઇ અજાણ્યા શખ્સોએ ચોક્કસ જ્ઞાતી વિશે અભદ્ર શબ્દ પ્રયોગ અને બિભત્સ ગાળો લખી તા 25 સુધીમા આ જ્ઞાતીના લોકો જીવતા નહીં રહે તેવી ધમકી લખેલી પત્રીકાઓ કેટલીક દુકાનોમા અને ઘરે ઘરે જઇ નાખી આવતા ચકચાર મચી જવા પામી છે.

ચિત્રાના વિજયસીંહ મનબુતસીંહ ઝાલાએ ડી ડીવીઝન પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી બનાવની વધુ તપાસ પીઅેસઆઇ એમ.જી.સોલંકીએ હાથ ધરી છે. તેઓએ તપાસ અંગે પુછતા જણાવ્યુ હતુ કે આ વિસ્તારના કેટલાક લોકોની અમે પ્રાથમીક પુછતાછ હાથ ધરી હતી.તેમજ આ વિસ્તારના સીસીટીવી કેમેરા પણ તપાસ્યા હતા.પરંતુ રાત્રીના લીધે કશું સ્પષ્ટ દેખાતુ ન હોય અમે અન્ય રીતે તપાસ શરૂ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો