પાલિતાણા-બાંદ્રા વચ્ચે 5મી માર્ચે ખાસ ટ્રેનનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુસાફરોના વિશેષ ધસારાને ધ્યાનમાં રાખીને વેસ્ટર્ન રેલવે દ્વારા પાલિતાણા- બાંદ્રા- પાલિતાણા વિશેષ ટ્રેન વિશેષ ભાડા સાથે ચલાવવામાં આવશે.

ટ્રેન નં. 09027 બાંદ્રા ટર્મિનસ-પાલિતાણા સુપરફાસ્ટ વિશેષ ટ્રેન વિશેષ ભાડા સાથે બાંદ્રા ટર્મિનસ થી 04થી માર્ચ, 2020 (બુધવાર)ના રોજ 15.25 કલાકે પ્રસ્થાન કરીને પછીના દિવસે 05.30 કલાકે પાલિતાણા પહોંચશે.

આ જ પ્રકારે, પરતમાં ટ્રેન નં. 09028 પાલિતાણા-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ વિશેષ ટ્રેન વિશેષ ભાડા સાથે 05મી માર્ચ, 2020 (ગુરૂવાર) ના રોજ પાલિતાણા થી સવારે 07.35 કલાકે ઉપડીને એ જ દિવસે 21.50 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.

આ ટ્રેનમાં એસી 2 ટિયર, એસી 3 ટિયર, સ્લીપર કોચ તથા દ્વિતિય શ્રેણીના સામાન્ય ડબ્બા હશે. આ ટ્રેન યાત્રા દરમિયાન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, સૂરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, વીરમગામ, બોટાદ, ધોલા જં. તથા સિહોર (ગુજરાત) સ્ટેશનો પર થોભશે. આ ટ્રેનમાં સીટોનું રીઝર્વેશન 16મી ફેબ્રુઆરી, 2020 થી શરૂ થશે. ફાગણ સુદ તેરસની યાત્રાને કારણે આ વિશેષ સુવિધા કરાઈ છે.

બાંદ્રા-પાલિતાણા 4થી માર્ચે ચલાવાશે
અન્ય સમાચારો પણ છે...