તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોફટવેર એન્જીનીયર અને જોબ કરતી કુમારી પૂનમ નવકારધામમાં દિક્ષા ગ્રહણ કરશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર ઃ ચેન્નઈ નિવાસી માતા મંજુબેન અને પિતા ઈંદરચંદજીની સુપુત્રી સોફટવેર એન્જીનીયરની વિદ્યાર્થી કુમારી પૂનમ સંયમનાં પંથે જવા સજ્જ થયેલ છે. તા.9/3ને શત્રુંજય નવકાર તીર્થધામમાં અંજનશલાકા-પ્રતિષ્ઠા અંતર્ગત તેની દીક્ષા પૂ.આ.ભ.રાજયશસૂરીશ્વરજી મ.સા.ના વરદ હસ્તે થશે અને પૂ.પ્રવર્તિની પૂ.સા.વર્યાવાચંગમાશ્રીજી મ.સા.ના.સાનિધ્યમાં સંયમ જીવનની યાત્રાનો પ્રારંભ કરશે.

પ્રવજ્યા એટલે સંસાર ત્યાગ, સંયમના માર્ગે પ્રયાણ, જૈન દીક્ષાની પ્રાપ્તિ સંસારના સુખ કે દુ:ખ બંને પ્રતિ વૈરાગ્ય જાગે અને મોક્ષ પ્રાપ્તિની તીવ્ર ઝંખના જાગે અે જ સંયમને ગ્રહણ કરવા તત્પર બને છે. વર્તમાન કાળમાં તત્વજ્ઞાનનો અભ્યાસ કરી, સંસારનું નશ્વર સ્વરૂપ સમજી સારા એવા પ્રશિક્ષિત યુવકો અને યુવતીઓ સંયમ માર્ગે પ્રસ્થાન કરી રહ્યાં છે.

મુમુક્ષુ કુ.પૂનમે પણ સોફટવેર એન્જિનયરીંગનો અભ્યાસ કર્યો છે. એન્જિનયરીંગ માટે સારો એવો અભ્યાસ અને જોબ કરતાં સાધુ-સાધ્વીજીના સત્સંગમાં આવતાં વૈરાગ્યના રંગે રંગાણી અને સંયમ લેવાનો નિર્ણય કર્યો.

ચેન્નઈમાં પૂનમના દીક્ષા મહોત્સવ પ્રસંગના આલંબને બે વર્ષીદાન યાત્રાઓ સહ સ્વામી વાત્સલ્ય, ભરત-સુંદરની નાટિકા સહ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ, મહેંદી રસમ, સંધ્યા ભક્તિ, ઋષભ મંડણ બાલિકા દ્વારા ભવ્ય વિદાય સમારંભ આદિ સુંદર કાર્યક્રમ સંપન્ન કરવામાં આવેલ.

ચેન્નઈથી સંયમમાર્ગે વિદાયવેળાએ ઓસ્વાલ ગાર્ડન એમના ગૃહાંગણે વીશાળ સંખ્યામાં સંધ ઉપસ્થિત રહેશે. આજે શત્રુંજય નવકાર ધામમાં મંગલ પ્રવેશ પ્રસંગે પૂ.આ.ભ.રાજયશસૂરીશ્વરજી મ.સાહેબે ઉપસ્થિત ભાવિક સમક્ષ માંગલિક ફરમાવી પ્રવચન આપશે. જેવા સકલ સંઘ અને ભાવિકોને પ્રતિષ્ઠા મહોત્સવ અને દિક્ષા પ્રસંગે પધારવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો