સર ટી. હોસ્પિટલમાં ની-રિપ્લેસમેન્ટની સુવિધા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મા વાત્સલ્ય કાર્ડ અને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અંતર્ગત ધુંટણના ઓપરેશન એટલે કે ની-રિપલેસમેન્ટનો સમાવેશ થતાં હવે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં પણ આ સુવિધા શરૂ થઇ છે અને બીપીએલ વર્ગ હવે આ ઓપરેશન વિનામૂલ્યે કરાવી શકે છે.

ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય અને આયુષ્યમાન ભારત - પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ પ્રાથમિક, સેકન્ડરી સારવાર માટે કુલ 1805 પ્રોસિઝર માટે વાર્ષિક રુ. 5 લાખ સુધીની કેશલેસ સહાય આપવામાં આવે છે. આ લાભોમાં તા.14/3/2019થી ઘુંટણ અને થાપાના રિપ્લેસમેન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ અધિકારી ઘુંટણના રિપ્લેસમેન્ટની જરુરિયાત હોવાનું પ્રમાણપત્ર આપે પછી જ આ કાર્યવાહી શરૂ કરવામાં આવે છે. આ યોજનાનો લાભ લાભાર્થી યોજના સાથે સંકળાયેલી સરકારી ઉપરાંત ખાનગી હોસ્પિટલમાંથી પણ મેળવી શકાય છે. ઘુંટણ રિપ્લેસમેન્ટના દાવાઓમાંથી રેન્ડમ 10 ટકા લાભાર્થીઓના દાવાઓનું વેરિફીકેશનનું કામ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી અને મ્યુનિસિપલ આરોગ્ય અધિકારીને પણ સોંપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...