શહેરની સર ટી. હોસ્પિટલમાં 2 કલાકમાં 55 બોટલ રક્તદાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | ભાવનગર સર ટી હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી લોહીની તંગી પ્રવર્તી રહી છે. ત્યારે ભાવનગર માં સર્વ પ્રથમ વખત કાળાનાળા રોયલ ગ્રુપ દ્વારા સર.ટી. હોસ્પિટલના બ્લડ બેન્કમાં બ્લ્ડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો અને માત્ર 2 કલાકમાં 55 બોટલ રક્તનું દાન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ માં બ્લ્ડ ડોનેટ કરવા આવનાર વ્યક્તિ ને બ્લ્ડ ડોનેટ કર્યા પછી ચા-પાણી, બીસ્કીટ, સર્ટીફીકેટ અને જરૂર પડે તો ભોજનની વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે ડીન અને આરએમઓ અને એ ડીવીઝન પોલીસ સ્ટાફ દ્વારા પ્રોત્સાહક હાજરી અપાઇ હતી. આ કેમ્પની સફળતા માટે અયુબભાઈ સોલંકી અને અતુલભાઇ ચૂડાસમા અને રોયલ ગૃપની ટીમે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...