તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સર ટી. હોસ્પિ.માં દાખલ થતાં જ થાય છે દર્દીનો ડાયાબીટીસ ટેસ્ટ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સામાન્ય રીતે કોઇ વ્યક્તિને પોતાને ડાયાબીટીસ હોવાની શંકા જાય છે ત્યારે તેને આરબીએસ એટલે કે રેન્ડમ બ્લડ શુગર ટેસ્ટ કરાવવાની સલાહ મળે છે. આ ટેસ્ટ કરાવવાની અને તેનો એનાલીસીસ મેળવવાની કડાકૂટની આળસે અનેક લોકો પોતાનું ડાયાબીટીસ ચેકઅપ સતત ટાળ્યા કરે છે. પરંતુ હવે આવા લોકોને આવી ઠેલમઠેલ કરવાની જરૂર નહીં પડે. કારણ કે હવે કોઇ પણ વ્યક્તિ સર ટી હોસ્પિટલમાં દાખલ થાય અને તેને ડાયાબીટીસ હોવાની થોડી પણ શંકા જાય કે તેનું એક પણ લક્ષણ દેખાય કે તરત જ ફરજીયાત તેનો ટેસ્ટ કરવામાં આવે છે. અને ખબર પડી જશે કે તેને ડાયાબીટીસ છે કે નહીં.

કેટલાક લોકો એવા પણ હોય છે કે જેને પોતાને ડાયાબીટીસ હોવાની શંકા ગયા પછી પણ તેઓ પોતાનો રિપોર્ટ પોઝીટીવ આવશે તેમ માનીને પોતે ડાયાબીટીસથી દૂર હોવાના પોતાના ખ્યાલને યથાવત્ રાખવા માટે આરબીએસ ટેસ્ટ કરાવતા નથી. સર ટી. હોસ્પિટલ સહિતની સરકારી હોસ્પિટલોમાં ડાયાબીટીસ સામેનો જંગ શરૂ છે. અને દાખલ થનાર કોઇ પણ દર્દી જો ડાયાબીટીસની શંકા પડે તેવું એક પણ લક્ષણ ધરાવતો હશે તો તેની બ્લડ ગ્લુકોજ ટેસ્ટ કરવામાં આવશે. અને ડાયાબીટીસ હોવાનું માલુમ પડશે તો તેને જરૂરી ટ્રીટમેન્ટ અપાશે અથવા તો તે લેવાની સલાહ અપાશે.

સર ટી.માં 4થી 6 એનસીડી કલીનીક
નોન કોમ્યુનિકેબલ ડીઝીઝ એટલે કે એનસીડી કલીનીકમાં ડાયાબીટીસ અને હાઇપર ટેન્શન સહિતના રોગોની દવા મળે છે. સાંજના 4થી 6 આ કલીનીક 62 નંબરમાં ચાલે છે. ડાયાબીટીસ જેવા રોગીની દવા લેનારે સવારની સરખામણીએ આ કલીનીકનો સાંજે લાભ લેવો જોઇએ તેમ હોસ્પિટલ તંત્ર જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો