તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિંગલ યુઝ પ્લાસ્ટિકનું જાહેરનામું નોનયુઝ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્લાસ્ટિકનો ઉપયોગ પ્રદૂષણને હાનિકારક સાથે જીવમાત્રને પણ એટલું જ નુકસાનકારક છે. જેના અમર્યાદિત વધતા ઉપયોગથી અનેક સમસ્યાઓ ઊભી થાય છે. જેને અટકાવવા મહાનગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા જાહેરનામું પણ બહાર પાડ્યુ. પરંતુ જાહેરનામું બહાર પાડયાના 20 દિવસે પણ આજ સુધી તેના અમલીકરણ માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

પ્લાસ્ટિકની ચીજવસ્તુઓનો ઉપયોગ લોકોએ અતિરેક કર્યો છે. જેને કારણે શારીરિક અને પર્યાવરણને નુકસાન તો થાય છે પરંતુ જ્યાં ને ત્યાં નદી-નાળા તળાવો, જાહેર રસ્તાઓ, ખુલ્લા પ્લોટ, ધાર્મિક અને પર્યટનના સ્થળો પર પ્લાસ્ટિકનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે. અને તેને કારણે શહેરની સુંદરતા પણ છીનવાઈ છે. અને તેને અટકાવવા મહાનગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા 7મી સપ્ટેમ્બરના રોજ જાહેરનામું બહાર પાડ્યું. એક વખત વપરાશથી પ્લાસ્ટિકના વેચાણ, સંગ્રહ, પરિવહન અને વપરાશ પર પ્રતિબંધ ફરમાવ્યો. પરંતુ આ પ્રતિબંધ માત્ર કાગળ પરનો જ રહ્યો છે. જાહેરનામું બહાર પાડયાના 20 દિવસે પણ કોર્પોરેશને કોઈ કાર્યવાહી કરી નથી. તેમજ જાહેરનામાના અમલીકરણ માટે કોઈ પ્લાનિંગ પણ કર્યું નથી.

કોઈ પણ ખોટી વસ્તુને અટકાવવા માત્ર જાહેરનામું બહાર પાડવાથી અટકતી નથી. તેનું અમલીકરણ પણ જરૂરી છે. સરકાર અને તંત્રએ અનેક જાહેરનામાં બહાર પાડ્યા પરંતુ જ્યાં સુધી તેનું અમલીકરણ ન થાય ત્યાં સુધી તે નિરર્થક સાબિત થાય છે.

પ્લાસ્ટિક ઉપયોગ અટકાવવા હાલમાં જનજાગૃતિ શરૂ
 50 માઇક્રોનથી ઓછી જાડાઇના પ્લાસ્ટિકની ડ્રાઈવ તો શરૂ જ છે. પરંતુ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ અટકાવવા હાલમાં જનજાગૃતિ માટેની કાર્યવાહી શરૂ છે. કોર્પોરેશનના અધિકારી કર્મચારીઓ દ્વારા પણ તાજેતરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કચરો એકઠો કરવાનું કાર્ય કર્યું હતું. શાળામાંથી પણ પ્લાસ્ટિક એકત્રિત કરાશે. આર.જે. શુકલ, કાર્યપાલક ઇજનેર, સોલિડ વેસ્ટ

સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં શું આવે ?
À માર્કિંગ-લેબલિંગ ન ધરાવતી તમામ પ્રકારની પ્લાસ્ટિકની કેરીબેગ્સ À થર્મોકલ,પોલિસ્ટીરીન,પ્લાસ્ટિકની થાળી,વાટકા,ચમચી,ગ્લાસ,કપ,કાંટો,બાઉલ વગેરે À પ્લાસ્ટિકના ફુલો અને ફુલદાનીઓ À પ્લાસ્ટિકના ઝંડા À પ્લાસ્ટિકની પાણીની બોટલો À પાન-માવાના રેપર્સ À પાણીના પાઉચ À પ્લાસ્ટિકની સ્ટ્રો À ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક હેન્ડ ગ્લોઝ À 50 માઇક્રોનથી ઓછી જાડાઈનું પ્લાસ્ટિક પેકેજીંગ માટે વપરાતી વસ્તુઓ

અન્ય સમાચારો પણ છે...