તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિંધી સંત પૂ.દિપકભાઇના જન્મ દિવસે બાળકનો જન્મ થશે તેને ચાંદીની મુદ્રા ભેટ અપાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર ઃસિંધી સમાજના મહાન સંત પૂ.દિપશભાઇનો જન્મ ઉત્સવ ભારે ધામધુમ અને આનંદ ઉલ્લાસ સાથે ઉજવવા સમસ્ત સિંધી સમાજમાં અનેરો થનગનાટ ભાવનગર સિંધુનગર દેવુમાં ચોક સામે આવેલ સંતશ્રી વાસુરામ દુખભંજન આશ્રમ (સનાતન મંદિર) તા.27 બુધવાર અનેક ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવાશે.

પૂ.સંત દિપકભાઇ સાંઇનો જન્મ ઉત્સવ યાદગાર બની રહે તે માટે ભાવનગર શહેરમાં જેના ઘરે બાળનો જન્મ થશે તેને હિરાલાલ નાગદેવ પરિવાર તરફથી ચાંદીની મુદ્રા ભેટ અપાશે. આ અંગે સ્થાનીક મહાનગર પાલીકાનો જન્મ દાખલો 5 દિવસમાં રજુ કરવો. તા.27ના સવારે 9 થી 12 મંદીરમાં હવનમાં હવન થશે. સાંજે 7 થી 7-30 સંતો મહંતોની 108 મહાઆરતી મંદિરમાં થશે. સાંજે 6 થી 7 કલાક સુધી સુખમની સાહેબનો ભોગ સાહેબ, રાત્રે 8 થી 10 ધર્મપ્રેમી સાદસંગત ભકતજનો માટે રાજાણી હોલ સિંધુનગરમાં ખુલ્લો લંગર પ્રસાદ પ્રીતી ભોજન શરૂ થશે. અને રાત્રે 8 થી 12 ભાવનગરની સુપ્રસિધ્ધ મશહુર સંત વાસુરામ બાલકમંડળી ઓરકેસ્ટા પાર્ટી સાથે અને સાધુ સંતો દરવેશો, દેવી દેવતાઓ જન્મ ઉત્સવના ગીતોન નાચગાન સાથે કરી ધર્મપ્રેમીઓને મધુરભાષામાં શ્રવણ કરાવી મંત્ર મુગ્ધ કરશે. આ પ્રસંગે સિંધી સમાજના અનેક સાધુ સંતો સાથે અનેક મહાનપુરૂષો સંતો મહ઼તો વિશાળ સંખ્યામાં આવી પહોચશે. અને સંત દિપકભાઇ ના દર્શનનો લાભ લેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો