તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વૃંદાવન ધામ ખાતે સમસ્ત ભરવાડ (નાનાભાઇ) સમાજ આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર ઃ શહેરમાં આવેલ જવાહર મેદાન ખાતે વૃંદાવન ધામ ખાતે સમસ્ત ભરવાડ (નાનાભાઇ) સમાજ આયોજીત સમસ્ત લોક કલ્યાણ અને સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ તેમજ વિષ્ણુયાગનુ આયોજન સંતોષભાઇ સોંડાભાઇ ચોહલા, ભરતભાઇ પાંચાભાઇ ચોહલા, શૈલેષદાદા પંડિત મિત્ર મંડળ કરવામાં આવેલ છે. જેમા પૂ.જીજ્ઞેશ દાદા (રાધે રાધે ) કેરિયાચાડવાળા કથાનુ રસપાન કરાવશે.

ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે ઉભુ કરાયેલ વૃંદાવન ધામ ખાતે આગામી ફાગણ શુદ 1ને ગુરૂવાર તા.7ના રોજથી સમસ્ત ભરવાડ (નાનાભાઇ) સમાજ આયોજીત સમસ્ત લોક કલ્યાણ અને સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ તેમજ મહા વિષ્ણુયાગનુ આયોજન તા.7-3 થી 13-3 સુધી કરવામાં આવ્યુ છે જેમા કથા શ્રવણ સવારે 9 થી બપોરે 1 કલાક સુધી જીજ્ઞેશભાઇ કથાનુ રસ પાન કરાવશે.

આ પ્રસંગે પોથીયાત્રા તા.7ના સવારે 8-15 કલાકે મહંત રામચંદ્રજી મહારાજના શુભ આશીષ સાથે તપસ્વીબાપુની વાડી, ગુલિસ્તા ગ્રાઉન્ડથી પ્રારંભ કરશે. તા.8 શુક્રવારના કથાનુ મહાત્મ, તા.9 શનિવારના નૃસિંહ પ્રાગટય, તા.10 રવિવારના વામન જન્મ, રામ જન્મ, કૃષ્ણ જન્મ, કૃષ્ણ જન્મોત્સવમાં ભરવાડ સમાજ પોતાના પરંપરાગત પોષાકમાં ઉપસ્થિત રહેશે. તા.11 સોમવારના ગોવર્ધન લીલા પૂજન પ્રસંગે કાળીયા ઠાકર પોતાના ભેરૂઓ સાથે આનંદ ઉત્સવ મનાવશે અને બ્રહ્મ ચોર્યાસી યોજાશે, તા.12ના રૂક્ષ્મણી વિવાહ તા.8ના રાત્રે સંતવાણી ડાયરો યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો