તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફાઇનલ મેચમાં સર્વિસીઝનું શૂટિંગ નબળુ રહ્યું : જોગીન્દર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંજાબની ટીમે ભલે ભાવનગર ખાતે રમાઇ ગયેલી 69મી સીનિયર નેશનલ ચેમ્પિયનશિપ જીતી લીધી હતી, પરંતુ દર્શકોનો પુરો ટેકો સર્વિસીઝના ખેલાડી જોગીન્દરસિંઘની સાથે રહ્યો હતો, તે જ્યારે દડો ડ્રીબલિંગ કરતા આગળ ધપે છે ત્યારે હરીફ ટીમના તમામ ડીફેન્ડરોને મ્હાત આપતા આપતા આંખના પલકારામાં બાસ્કેટ રિંગ સુધી પહોંચી જાય છે. જોગીન્દરે ફાઇનલ બાદ ખાસ વાતચીતમાં જણાવ્યુ હતુકે, અમારી ટીમે તમામ પ્રયાસ મેચ જીતવા કર્યા પરંતુ અમારુ શૂટિંગ અપેક્ષા મુજબનું રહ્યું ન હતુ.

સર્વિસીઝના ખેલાડી જોગીન્દરના જણાવ્યા પ્રમાણે પંજાબની ટીમના ખેલાડીઓની સરેરાશ ઉંચાઇ સારી હતી, અને અમારે તેની પરાસ્ત કરી દડો રિંગ સુધી પહોંચાડવાનો હતો. અમારૂ પાસિંગ અને ડીફેન્સ ખૂબ સારૂ હતુ, છતા મેચ જીતવા માટેના પોઇન્ટ ઓછા પડી ગયા. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ટીમ વતી જોગીન્દર 4 વર્ષથી રમે છે, તેઓના મતે ગેમ ઇમ્પ્રૂવમેન્ટ માટે ખેલાડીઓએ ફક્ત ટીમ માટે જ રમવું પડશે. અગાઉ ભારતની ટીમની સાથે ફોરેન કોચ હતા ત્યારે ટીમનો દેખાવ આંતરરાષ્ટ્રીય સ્તરે સુધરી રહ્યો હતો.પંજાબના અમરીતપાલસિંઘ અંગે તેઓએ જણાવ્યુ હતુકે, તેઓની ઉંચાઇ એ પ્લસ પોઇન્ટ છે ઉપરાંત અમરીતપાલની રમત અલગ જ પ્રકારની છે. અમારી ટીમે સાધારણ હાઇટની સાથે પણ ફાઇનલ સુધીની સફર ખેડી હતી.

અન્ય સમાચારો પણ છે...