તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા શિપબ્રેકિંગનું ઓડિટ કરાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેન્દ્ર સરકારની નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા તાજેતરમાં કેન્દ્રીય વન-પર્યાવરણ મંત્રાલયને નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓશયનોગ્રાફીને 70 લાખ રૂપિયા ફાળવવાનો આદેશ કર્યો છે, અને તેઓને શિપબ્રેકિંગ યાર્ડની પર્યાવરણ પર અસર અંગેનો ઓડિટ રિપોર્ટ બનાવવાનું કાર્ય સોંપવામાં આવ્યુ છે.

અલંગ શિપબ્રેકિંગ યાર્ડ ભારતમાં સૌથી મોટી શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ છે. બીચિંગ પધ્ધતિ આધારીત શિપબ્રેકિંગને કારણે સમુદ્રી પર્યાવરણને નુકસાન થઇ શકે તેના અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક ચર્ચાઓ થઇ ચૂકી છે, છતા અલંગનો શિપબ્રેકિંગ ઉદ્યોગ સતત આગળ ધપી રહ્યો છે.

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા શિપ બ્રેકિંગ યાર્ડની પર્યાવરણ પર અસર અંગેનો વિસ્તૃત ઓડિટ કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયને 70 લાખ રૂપિયા પર્યાવરણ ઓડિટ કરવવા માટે ગોવાની નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓશયનોગ્રાફીને આપવા કહેવામાં આવ્યુ છે, અને ટુંકા સમયગાળામાં અલંગમાં ઓડિટ કરાવવામાં આવનાર છે.

અલંગ શીપબ્રેકીંગના ઉદ્યોગને સંપૂર્ણપણે પર્યાવરણલક્ષી બનાવવા માટે હાલ શિપબ્રેકરો જહેમત ઉઠાવી રહ્યા છે અને મોટાભાગના શીપના પ્લોટોને હોંગકોંગ કન્વેન્શન અનુસારના બનાવવામાં આવ્યા છે. ત્યારે શીપના બીચીંગ માટે થઈને કેન્દ્ર સરકાર દ્વારા રૂા.70 લાખ ફાળવવાના આ િનર્ણયથી ઓડીટ રિપોર્ટ બાદ સંપૂર્ણ શીપબ્રેકીંગ પદ્ધતિ પર્યાવરણલક્ષી બનશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો