DivyaBhaskar News Network
Jul 22, 2019, 05:45 AM ISTભાવનગર સહિત સમગ્ર જિલ્લામાં પીવાના પાણી અને ખરીફ પાક માટે જીવાદોરી સમાન શેત્રુંજી ડેમની સપાટી 9.10 ફૂટ હતી તેમાં આજે બપોરથી ડેમના ઉપરવાસના ઉજરડા જળસ્ત્રાવ ક્ષેત્રમાંથી 807 ક્યુસેક પાણી (એક ફૂટ)ની આવક શરૂ થતા ડેમમાં સપાટી 10.4 ફૂટને વટાવી ગઇ હતી. રાત્રે પણ ધીમી ગતિએ શરૂ હતી. આમ શેત્રુંજી ડેમમાં અડધા ફૂટનો વધારો થયો હતો.
જોકે જિલ્લાના અન્ય કોઈ જળાશયમાં વરસાદની કોઈ નોંધપાત્ર આવક થઈ નથી તેમ જિલ્લા ફ્લડ કંટ્રોલ વિભાગમાંથી જાણવા મળ્યું હતું.