તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શરમ : અનેક યોજનાઓ, કરોડોનો ખર્ચ છતાં જિલ્લામાં 12 હજાર બાળકો કુપોષિત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગુજરાત સરકાર દ્વારા બાળકોના પોષણ માટે એનક યોજનાઓની જોરશોરથી જાહેરાત કરી છે અને તેની પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે પણ વાસ્તવિકતા કંઇક અલગ જ છે. ગુજરાત વિધાનસસભામાં રાજ્યના મહિલા અને બાલ કલ્યાણ વિભાગે સ્વીકાર કર્યો છે કે ભાવનગર જિલ્લામાં કુલ 12,104 બાળકો કુપોષણથી
પીડાય છે.

વિધાનસભામાં લાઠીના ધારાસભ્ય વીરજીભાઇ ઠુમ્મરે પૂછેલા એક સવાલના જવાબમાં રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રીએ જણાવ્યું હતુ કે ભાવનગર જિલ્લામાં કુલ 12,104 બાળકો ઓછા કે અતિ ઓછા વજનવાળા છે એટલે કે તેઓ કુપોષણથી પીડાય છે. આ 12,104 બાળકો પૈકી 9145 બાળકો ઓછા અને 2959 બાળકો અતિ ઓછા વજનવાળા છે.

આમ તો આંગણવાડી ખાતે 3થી 6 વર્ષની વયના બાળકોને સવારે ગરમ નાસ્તો અને બપોર ભોજન આપવામાં આવે છે. આ ઉપરાંત અઠવાડિયે બે વખત ફળ આપવામાં આવે છે. પરંતુ કોપોષિત બાળકોની સંખ્યાને નિયંત્રણમાં લાવવાનો પ્રયાસ સફળ થયો નથી તે
હકીકત છે.

આ ઉપરાંત વિધાનસભામાં જણાવાયું હતુ કે પોષણનું સ્તર સુધારવા રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રોમાં સત્વ/ડબલ ફોર્ટીફાઇડ મીઠું અને ફોર્ટીસફાઇડ તેલ આપવામાં આવે છે.

ભાવનગર જિલ્લામાં તમામ ઘટકોમાં 6 માસથી લઇને 3 વર્ષની વય સુધીના બાળકોને ટેક હોમ રેશન તરીકે બાળ શક્તિ અપાય છે. આમ સરકારની અસંખ્ય યોજના છતાં કુપોષણનો પ્રશ્ન હલ થયો નથી તે વાસ્તવિકતા છે.

ઘોઘામાં બાળકો માટે દૂધ સંજીવની યોજના

સરકારી તંત્ર દ્વારા બાળકોના વજન વધારવા માટે અનેક યોજનાઓ અમલમાં મુકાઈ છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં દૂધ સંજીવની યોજના હેઠળ પેશ્ચ્યુરાઇડઝ ફોર્ટીફાઇડ ફ્લેવર દૂધ આપવામાં આવે છે. જેથી પોષણનું સ્તર સુધરે.

વજન વધારવા લાડુ અપાય છે

બાળકોને વજન વધે તે હેતુથી 3થી 6 વર્ષના અોછા અને અતિ ઓછા વજવાળા બાળકોને આંગણવાડીમાં નાસ્તો અને ભોજન બાદ ત્રીજા ભોજન તરીકે ઘરે લઇ જવા માટે કેલેરી પ્રોટીનસભર 50 ગ્રામનો લાડવો આપવામાં આવે છે.

આ વર્ષે શાળા આરોગ્ય ચકાસણીમાં રોગીઓ

રોગ બાળદર્દી

દાંતની ખામી 11,425

આંખની ખામી 4,409

કાન-નાક-ગળું 2,538

પેટની તકલીફ 3,998

ચામડીના રોગ 4,450

સ્થૂળતા 0152

À શહેર શાળા આરોગ્ય ચકાસણી-2020

જિલ્લામાં 9145 બાળકો ઓછા વજનવાળા અને 2954 બાળકો અતિ ઓછા વજનવાળા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો