તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાંસદની ગ્રાંટ ન મળતા શાળાની લેબ હવામાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

દેશના ભાવિના ઘડતર માટે શિક્ષણ પર સરકાર ભાર મૂકી રહી છે પરંતુ તેનું તટસ્થ રીતે અમલીકરણ કરી શકતી નથી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ગણિત વિજ્ઞાનની લેબ બનાવવા માટે સાંસદે ચાર વર્ષ પૂર્વે પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી એટલે પત્યું. વાસ્તવિકતા તો તે છે કે આજ સુધી લેબ બનાવવા માટે એક રૂપિયો પણ શિક્ષણ સમિતિને મળ્યો નથી.

સરકારની બેદરકારી અને નિષ્ક્રિયતાને કારણે દેશના ભાવિનો પાયો જ ખોખલો થઈ ગયો છે. પ્રજાના પ્રતિનિધિઓ પણ માત્ર પ્રસિદ્ધિ ખાતર દેખાવ પૂરતી પ્રજાલક્ષી કામગીરી કરે છે. પરંતુ તેના પરિણામ સુધી પહોંચી શકતા નથી. જેનુ તાદ્રશ્ય ઉદાહરણ શિક્ષણ સમિતિની શાળામાં ગણિત વિજ્ઞાન લેબ બનાવવાની વાત છે. વર્ષ 2016- 17 માં સાંસદે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં શિક્ષણ સમિતિની શાળામાં ગણિત-વિજ્ઞાન લેબ બનાવવા પાંચ લાખ રૂપિયાની ફાળવણી કરી હતી. તત્કાલીન સમયે ગ્રાન્ટ ફાળવ્યાની સરાહના પણ મેળવી હતી. પરંતુ ત્યારબાદ શાળાને ગ્રાન્ટ મળી છે કે નહીં? તેનું પાછું વળ્યું જોવાનો કોઈ ને સમય જ નથી.

ગણિત અને વિજ્ઞાનમાં બાળકોને રુચિ ઊભી થાય તે હેતુસર શાળામાં લેબની સુવિધા ઊભી કરવાનો વિચાર આવકારદાયક છે. પરંતુ જ્યાં સુધી ગ્રાંટના રૂપિયા મળે નહીં ત્યાં સુધી લેબની સુવિધા પણ હવામાં લટકે છે. પૂર્વ વિસ્તારમાં શાળા નંબર 22 ડાયમંડ ચોક અને પશ્ચિમમાં શાળા નંબર 42 વિજય ટોકીઝ પાસેની શાળામાં વિજ્ઞાન ગણિત વિજ્ઞાન લેબ ઉભી કરવાની છે. જેનું આયોજન માત્ર કાગળ પર રહી ગયું છે. વણવપરાયેલી ગ્રાન્ટ પડી રહેતા નિયત સમય બાદ વપરાયા વગરની ચાલી પણ જશે.

ગ્રાન્ટ માટે અલગથી ખાતુ પણ ખોલાવ્યું

સાંસદ દ્વારા શાળામાં ગણિત વિજ્ઞાન લેબની સુવિધા માટે ફાળવેલ ગ્રાન્ટ મેળવવા માટે અલગથી ખાતુ પણ ખોલાવ્યું છે. ગ્રાન્ટની રકમ મળ્યે કાર્યવાહી હાથ ધરાશે. > યોગેશ ભટ્ટ, શાસનાધિકારી

સાંસદની ગ્રાંટ પણ પાછી જવાની શક્યતા

શહેરના પૂર્વ વિસ્તારની શિક્ષણ સમિતિની શાળાઓમાં ગમતના સાધનો માટે ધારાસભ્ય દ્વારા 14 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. પરંતુ તેની ખરીદી પ્રક્રિયામાં ગંભીર ક્ષતિઓને કારણે ટેન્ડર પ્રક્રિયા કરવાનું હતું પરંતુ તે નહીં થઇ શકતા અંતે ગ્રાન્ટ પરત ચાલી ગઈ હતી. જો સાંસદની ગ્રાંટનો પણ સમયસર ઉપયોગ નહીં થાય તો નિયત સમય બાદ તે પણ પરત ચાલી જવાની પૂરી શક્યતા છે.

શિક્ષણ સમિતિની શાળામાં ગણિત વિજ્ઞાન લેબ માટે પાંચ લાખ ફાળવેલા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો