તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં દિલ્હી સામે સૌરાષ્ટ્ર હાર્યુ : અર્પિત વસાવડાના 63 રન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીસીસીઆઇ દ્વારા રમાડવામાં આવી રહેલી સૈયદ મુશ્તાક અલી ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં દિલ્હી સામે સૌરાષ્ટ્રનો પરાજય થયો છે.

સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિમ ખાતે ટોસ જીત્યા બાદ દિલ્હીના સુકાનીએ સૌરાષ્ટ્રને પ્રથમ દાવ લેવાનું આમંત્રણ આપ્યુ હતુ. સૌરાષ્ટ્રની ટીમે 20 ઓવર્સમાં 5 વિકેટે 173 રન નોંધાવ્યા હતા. જેમાં અર્પિત વસાવડાએ 42 દડામાં 7 ચોક્કા અને 1 છગ્ગાની મદદથી 63 રન, પ્રેરક માંકડના 8 દડામાં 3 ચોક્કા અને 2 છગ્ગાની મદદથી અણનમ 26 રન, શેલ્ડન જેક્સનના 30 રન મુખ્ય હતા. સીમરજતસિંઘ, પ્રાંશુ વિજયન, લલીત યાદવે 1-1 વિકેટ ખેડવી હતી.

દિલ્હીની ટીમે 19.5 ઓવર્સમાં 4 વિકેટે 174 રન બનાવીને મેચ જીતી લીધી હતી. અર્જુન રાણાવતે 58 દડામાં 3 ચોક્કા અને 7 છગ્ગાની મદદથી અણનમ 88 રન, ધ્રુવ શૌર્યના 31 રન, હિતેન દલાલના 27 રન મુખ્ય હતા. સૌરાષ્ટ્ર વતી જયદેવ ઉનડકટ, ચેતન સાકરીયા, ચિરાગ જાની, વંદીત જીવરાજાણીએ 1-1 વિકેટ પ્રાપ્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...