સૌરાષ્ટ્ર સમાચારના સ્થાનિક સમાચારો અને હેડિંગ આકર્ષે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચારની જીતો 15 કરોડ ઇનામી યોજનામાં બાઇક જીતનારા નસીબવંતા વિજેતા મહાસુખભાઇ દવેએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે ખાસ તો સૌરાષ્ટ્ર સમાચારમાં આવતા સ્થાનિક કક્ષાના સમાચારો અને તેના હેડિંગ મને આકર્ષે છે. હું સૌરાષ્ટ્ર સમાચારનો વાર્ષિક ગ્રાહક છું. મને બાઇક લાગતા મને ખુબ અાનંદ થયો છે અને ખાસ તો વાર્ષિક ઇનામી ડ્રો તો હોય જ છે ઉપરાંત આવી યોજનાઅોમાં બાઇક લાગતા મને લવાજમ ભર્યાથી સમાચારો સાથે આ ઇનામરૂપી બોનસ મળ્યું છે તેમ જણાવ્યું હતુ.

જવાહરનગરમાં રહેતા અને સર્વ શિક્ષા અભિયાન કચેરીમાં બીઆરપીની ફરજ બજાવતા મહાસુખભાઇ નંદલાલ દવેએ વધુમાં જણાવ્યું હતુ કે અન્ય અખબાર કરતા આ અખબારના સમાચાર વધુ સત્યતાસભર, સમૃદ્ધ અને ઉંડાણમાં હોય છે. પ્રથમ વખત જ બાઇકનું માતબર ઇનામ લાગતા વધુ આનંદ થયો છે. રાજકીય વિશ્લેષણ તો વાંચવાલાયક અને માહિતીપ્રદ હોય છે.

અન્ય સમાચારો પણ છે...