તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્પોરેટ ક્રિકેટ લીગ અને અન્ય સ્પોર્ટ્સનું શનિ-રવિ આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોટરી કલબ ઓફ ભાવનગર દ્વારા પ્રતિ વર્ષ રમાડવામાં આવતી કોર્પોરેટ ક્રિકેટ લીગ અને અન્ય સ્પોર્ટ્સ મીટનું તા.12 અને 13મી જાન્યુઆરીના રોજ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટીના મેદાન ખાતે આયોજન કરવામાં આવેલ છે.

કર્મચારીઓમાં ખેલભાવના ખીલે, છુપી પ્રતિભા બહાર આવે તેવા હેતુથી છેલ્લા 13 વર્ષથી રમાડવામાં આવતી કોર્પોરેટ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ તેના અવનવા નિયમો અને ગ્લેમરને કારણે ભાવનગરમાં ખાસ્સી પ્રચલિત બની છે. આ વર્ષે એક્રેસિલ લિમિટેડ, આઇપીસીએલ, એક્સલ ક્રોપ કેર, સ્ટીલકાસ્ટ લિ., રેનીસન્સ જ્વેલરી, ઇનારકો લિ., હાઇટેક ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટીંગ, નિરમા લિ., ગ્લોબલ મરિન ટેકનોલોજી, લીલા ગ્રુપ, ક્રેવ ઇટેબલ્સ, IDBI બેંક ભાગ લઇ રહી છે. ક્રિકેટ ઉપરાંત વોલીબોલ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, કેરમ ટુર્નામેન્ટોનું પણ આયોજન કરાયુ છે. રોટરી દ્વારા રમાડાતી કોર્પોરેટ ક્રિકેટ લીગ નિહાળવા પ્રતિવર્ષ મોટી સંખ્યામાં દર્શકો ઉમટી પડે છે.

અન્ય સમાચારો પણ છે...