પુષ્ટિ ભક્તિ મંડળ દ્વારા સત્સંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુષ્ટિ ભક્તિ મંડળ દ્વારા સત્સંગ
ભાવનગર ઃ પુષ્ટિ મહિલા મંડળ દ્વારા તા.15/5ને બુધવારે રાત્રે 9 થી 10 કલાકે હરિયાણીના નિવાસસ્થાને ગિરિરાજ, પ્લોટ નં.162, શશીપ્રભુ ચોક, આતાભાઈ રોડ, સ્વરાબ્લુ સુમ ફલેટની પાછળ, ભાવનગર ખાતે સત્સંગ યોજાશે.

શ્રીમાળી સોની જ્ઞાતિના આનંદના ગરબા
ભાવનગર ઃ શ્રીમાળી સોની મુંજપરા પરિવારના મૂક સેવક સ્વ.પ્રવિણચન્દ્ર ભગવાનજી ભાઈ મુંજપરાની પુણ્ય સ્મૃતિમાં મુંજપરા સખી મંડળ તેમજ શ્રીજી મંડળ દ્વારા તા.13/5ને સોમવારે સવારે 11.30 કલાકે આનંદના ગરબાના પાઠ તેમજ સંકિર્તન રાખેલ છે.

દાદાસાહેબમાં આયંબીલ કરાશે
ભાવનગર ઃ દાદાસાહેબ સોસાયટી, ભાવનગર દાદાસાહેબ આયંબીલ શાળામાં પૂ.સાધુ સાધ્વીજી મ.સાની શુભ નિશ્રામાં તા.13/5ને સોમવારે આયંબીલની આરાધના (શંખ) વગાડતા કરાશે જે જીતેન્દ્રકુમાર, રમણીકલાલ ઘોઘાવાળા તરફથી કરાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...