તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટીદાર સમાજના 1850 છાત્રો રહી શકે તેવા સરદારધામનું આજે ખાતમુહૂર્ત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ વતનની વાટે, વિકાસની સાથે મંત્ર સાથે અને મિશન 2026 અંતર્ગત પાટીદાર સમાજના યુવક યુવતી�ઓ અભ્યાસ સહિત વિવિધ ક્ષેત્રોમાં આગળ વધે તેવા હેતુથી તા.12 જાન્યુઆરીને શનિવારે સાંજે 4 કલાકે પ્લોટ નં.279/4, સમરસ હોસ્ટેલની બાજુમાં યુનિ. વિસ્તારમાં ભાવનગરના લેઉવા પટેલ કેળવણી મંડળ સંચાલિત પોપટભાઇ ડુંગરાણી સંકુલ, સરદારધામનું ભૂમિપૂજન કરવામાં આવશે. આ અવસરે મંત્રી કૌશિકભાઇ પટેલ, જીતુભાઇ વાઘાણી, કેશુભાઇ પટેલ, પરેશભાઇ ધાનાણી, વી.એસ.લાખાણી સહિતના મહાનુભાવો, ઉદ્યોગકારો, વેપારી�ઓ અને સમાજના હોદ્દેદારો ઉપસ્થિત રહેવાના છે. રૂા.100 કરોડના ખર્ચે સાકાર થનારા આ સરદારધામ સંકુલમાં પાટીદાર સમાજના કુલ 1850 વિદ્યાર્થી�ઓ રહી શકશે.આ સરદારધામનું લોકાપર્ણ તા.12 જાન્યુઆરી,2021ના રોજ કરવામાં આવશે તેમ ગગજીભાઇ સુતરીયાએ જણાવ્યું હતુ.

સરદારધામ શું કામ નિર્માણ થવાનું છે તેવા એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતુ કે પાટીદાર સમાજના વિદ્યાર્થી�ઓને અભ્યાસ માટેની તમામ સુવિધા એક જ સ્થળેથી મળી રહે તે હેતુ મુખ્ય છે. આ સરદારધામમાં ઉદ્યોગ સાહસિક બની શકે તે માટે યોગ્ય માર્ગદર્શન મળે તે માટે તાલીમ કેન્દ્ર પણ બનાવવામાં આવશ તેમ જાદવભાઇ મોણપરા અને જીવરાજભાઇએ પણ માહિતી આપી હતી.

સરદારધામમાં મુખ્ય પાંચ લક્ષ્યબિંદુ
પરવડે તેવા છાત્રાલય સાથે વિદ્યાર્થી દત્તક યોજના

જીપીએસી/યુપીએસસી સિવિલ સર્વિસ કેન્દ્ર

સરકારી યોજના કારકિર્દી માર્ગદર્શન કેન્દ્ર

વેપાર-ઉદ્યોગ તાલીમ કેન્દ્ર

મીડિયા-રાજનીતિજ્ઞ તાલીમ કેન્દ્ર

જરૂરિયાતમંદ સમાજ માટે વિશેષ સુવિધા
આ સરદારધામમાં પાટીદાર સમાજના વિદ્યાર્થીને આવકના સ્લેબ પ્રમાણે વાર્ષિક ફી લેવાશે જેમાં રૂા.23 લાખથી �ઓછી આવકવાળા કુટુંબના સંતાનને વર્ષે રૂા.10,000 રહેવા, જમાવા સહિતની સુવિધા માટે લેવાશે તદ્દન �ઓછી આવકવાળા ગરીબ અને જરૂરિયાતમંદો માટે રૂા.1 ટોકનદરે લેવાશે.

અન્ય સમાચારો પણ છે...