તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો.1થી 12ની 35068 સરકારી શાળાઓમાં સલામતિ કાર્યક્રમ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શાળા સલામતી કાર્યક્રમ યોજવા નિર્ણય લેવામાં આવ્યો હોય રાજ્યની 33,504 સરકારી પ્રાથમિક અને 1564 માધ્યમિક શાળાઓમાં આ કાર્યક્રમની અમલવારી કરવામાં આવશે. શાળાઓમાં બનતા અનિચ્છનિય બનાવો કે ઘટનાઓ રોકવાના હેતુથી ચાલુ શૈક્ષણિક વર્ષમાં અમલ કરવામાં આવશે.આ અભિયાન અંતર્ગત તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ વાંચી શકે તેવી જગ્યાએ અને તેવી સાઇઝનું શાળા સલાનમતી પ્રતિજ્ઞા દર્શાવતું બોર્ડ કે વોલ પેઇન્ટીંગ લગાવવાનું રહેશે. વિદ્યાર્થીઓ ફરિયાદ કે અભિપ્રાય આપી શકે તે હેતુથી શાળામાં એક સૂચના પેટી મુકવાની રહેશે. સલામતીના સંદર્ભે વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ વચ્ચે પરિસંવાદ કે બેઠક યોજવાની રહેશે. જેમાં વિદ્યાર્થીની શાળામાં નિયમિતતા, શાળામાં આવવા-જવા માટે સલામતી, બાળ માનસને જાણવા પ્રયત્ન, જાતીય સતામણી અંગે જાગૃતતા, મૂલ્યલક્ષી શિક્ષણ, કન્યા શિક્ષણ, પ્રવાસ-પર્યટન અંગે ધ્યાને રાખવા જેવી બાબતોનો સમાવેશ કરવાનો રહેશે.

આ માટે રકમ અને ખર્ચની વ્યવસ્થા પણ કરવામાં આવી છે તેમજ શાળા કક્ષાએ આ અભિયાન માટે તેની ફાળવણી પણ કરાશે.

મહત્વના નંબરો દર્શાવવાના રહેશે
À નેશનલ ઇમરજન્સી રિસ્પોન્સ : નં:-112

À બાળકો માટે ચાઇલ્ડ હેલ્પ લાઇન: નં- 1098

À જિલ્લાની સરકારી સિવિલ હોસ્પિટલના નંબર

À તાલુક કક્ષાના ફાયર સ્ટેશનના નંબર

À કન્યાઓ માટે અભયમ હેલ્પ લાઇનનો નં.181

À જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કેન્દ્રનો નંબર

À સમગ્ર શિક્ષા ટોલ ફ્રી નંબર

કેટલી શાળાઓનો સમાવેશ
કેટેગરી પ્રાથમિક માધ્યમિક કુલ

સમગ્ર રાજ્ય 33,504 1,564 35,068

ભાવનગર 1,027 72 1,099

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો