તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલભીપુરમાં વિકાસલક્ષી કામો માટે રૂ.42 લાખની ફાળવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલભીપુર બ્યુરો| 13 જાન્યુઆરી

વલભીપુર શહેરનાં વોર્ડ નંબર-3માં વિકાસનાં કામ માટે ગ્રાન્ટ ફાળવાઈ છે. વલભીપુર નગરપાલીકાની સ્થાપના થયાના 15 વર્ષ બાદ વોર્ડ નંબર-3માં પ્રથમવાર વિકાસનાં કામો માટે મોટી રકમની ફાળવણી કરવામાં આવી છે.

શહેરનો વોર્ડ નંબર-3 અત્યાર સુધી વિકાસના કામોથી વંચીત હતો. આ વોર્ડમાં થી અત્યાર સુધીની ચુંટણીઓમાં કોંગ્રેસ પ્રેરીત પેનલ ચુંટાતી આવી છે. અને નગરપાલીકાની જયારથી સ્થાપના થઇ છે ત્યારથી એટલે કે, 16 વર્ષ થી ભા.જ.પ.નું શાસન રહેલ છે માટે સ્વભાવીક છે કે આ વિસ્તારનાં લોકો વિકાસનાં કામોનાં ફળ ચાખવા ન મળે.

થોડા મહિના પૂર્વે નગરપાલીકાનાં નવા પ્રમુખ તરીકે ચુંટાયેલા ભા.જ.પ.નાં જયાબેન દિપશંગભાઇ ચાવડા અને ઉપ પ્રમુખ ભાવનાબેન વલ્લભભાઇ કાંમ્બડે સમરસતા અને રાજકીય ભેદભાવ એકબાજુ મુકી આ વિસ્તારમાં સી.સી.રોડ તેમજ પેવર બ્લોક ફીટ કરવા માટે રૂ.42 લાખની ગ્રાન્ટ ફાળવણી કરતા નગરપાલીકાનું સુકાન અને વહીવટ કંઇ રીતે કરાય તેનું અન્ય રાજકિય લોકોએ અનુસરવા જેવું પ્રેરણાદાયી પગલુ આ બન્ને મહિલાઓ એ પુરૂ પાડેલ છે.

અન્ય સમાચારો પણ છે...