તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

LRDમાં ભરતી માટેનું પરિણામ જાહેર થયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

રાજ્ય સરકારે ગૃહ વિભાગમાં એલઆરડીની ભરતી પ્રક્રિયા હાથ ધર્યા પછી અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ કેેટેગરીમાં સમાવવી નહીં તેવા પરિપત્રનો વિરોધ થતા સતત આંદોલન થયા હતા, જેના પગલે સરકારે 3,077 જગ્યા હતી, જેમાં 2,373 જગ્યા વધારીને 5,450 જગ્યા કરવાનો નિર્ણય કરતા આંદોલન થાળે પડી ગયું હતું. આ પછી સરકારે પરિણામ જાહેર ન કરતા આંદોલનકારીઓએ પુન: આંદોલનની ચીમકી આપતા ગૃહ વિભાગે બુધવારે રાત્રે 62.50 કટ ઓફ માર્ક ધરાવતી તમામ મહિલા ઉમેદવારોનો સમાવેશ કરીને www.lrbgujarat2018.in વેબસાઇટ પર પરિણામ જાહેર કર્યું હતું.

આ પરિણામ જાહેર કર્યા પછી ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, એલઆરડી ભરતી પ્રક્રિયામાં મહિલા ઉમેદવારોની 2,373 જગ્યા વધારી મહિલાઓને વધુમાં વધુ રોજગારીની તક પૂરી પાડવાની દિશામાં નિર્ણય કરાયો છે. પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, ભરતીમાં મહિલા ઉમેદવારો માટે પહેલાં 3077 જગ્યા હતી, જે વધીને હવે 5450 જગ્યા કરવામાં આવી છે. એટલે કે મહિલા ઉમેદવારોની જગ્યાઓમાં 2373નો વધારો કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો