તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શંકાસ્પદ વ્યકિત કે વસ્તુ અંગે તત્કાલ પોલીસને જાણ કરવી : ડીઆઈજી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાઇએલર્ટના અનુસંધાને ભાવનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમારએ દરિયાઇ વિસ્તારની સુરક્ષા અંગે મુલાકાત લીધી હતી તથા શંકાસ્પદ લાગતી વ્યકિત કે વસ્તુ અંગે પોલીસને તુર્તજ જાણ કરવા જણાવ્યું હતું

ભારતીય હાવઇદળ દ્વારા પાકિસ્તાનના આતંકીઓના કેમ્પો પર કરાયેલ હવાઇ હુમલા બાદ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાઇએલર્ટના અનુસંધાને રાજયભરમાં પણ કાયદો વ્યવસ્થા જાળવવા તથા આતંકી પ્રવૃતિઓથી એલર્ટ રહેવા ખાસ કરીને દરિયાઇ વિસ્તારમાં પેટ્રોલીંગ વધારાઇ રહ્યું છે. તેના અનુસંધાને ભાવનગર વિભાગના પીપાવાવ મરીન પોલીસ મથક વિસ્તાર તથા જાફરાબાદ મરીન પોલીસ મથક વિસ્તારોની ભાવનગર નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમારએ મુલાકાત લીધી હતી જયાં ગ્રામજનો, આગેવાનો તથા માછીમારોને અપીલ કરાઇ હતી કે કોઇપણ શંકાસ્પદ વસ્તુ કે વ્યકિત દેખાઇ તો નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા પોલીસ કોન્ટ્રોલરૂમને તુર્તજ જાણ કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો