તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેકોર્ડ સર્જક બાલ મુની આચારાંગ પ્રિયનું 30મી અોળીનું પારણું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | પ.પુ. લધુબાલ મુનિરાજ આચારાંગ પ્રિય વિજયજી મ.સા.નું ભાવનગરમાં વર્ધમાન તપની 30મી ઓળીનું પારણું ચર્તુવિધ સંધની હાજરીમાં તા.20/4ના થશે.

બાલ મુનિરાજે સાડા છ વર્ષની બાલ્યે વયે સીધ્ધાચલ શ્રુતતીર્થે પાલિતાણા મધ્યે માર્મિમ પ્રવચન કારક પ.પૂ.આ.રવિદેવ સુરીશ્વરજી મ.સા પાસે સંયમ જીવન ગ્રહણ કર્યું. ત્યાર બાદ ચાર વર્ષના દીક્ષા જીવનમાં તે બાલ મુનિરાજે ગુજરાત-મહારાષ્ટ્ર, રાજસ્થાન વિચરણ કરછ અનેક તીર્થોની યાત્રા દ્વારા દર્શન શુધ્ધિ કરી 3500 થી અધિક શ્લોકોની સાધના કરેલ છે.

ચાર વર્ષના સંયમ જીવનમાં ચારિત્ર આરાધના સ્વરૂપ સાત વર્ષ કેશ લુંચન તેમજ 4000 થી અધિક કી.મીની વિહાર યાત્રા કરી ચારીત્ર ધર્મની આરાધના કરેલછે. આરાધના સ્વરૂપે બાલ્ય વયમાં વર્ધમાન તપનો પાયો નાખનાર બાલતપસ્વી બન્યા અને ત્યારબાદ દરેક ઓળીની આરાધના રેકોર્ડ તોડતા ગયા તેથી જૈન સમાજે તેઓને રેકોર્ડ સર્જક બાલ તપસ્વીની પદવી થી અલંકૃત કર્યા છે.

પુ.બાલ મુનિરાજ રવિદેવ સૂરીશ્વરજી મ.સા સાથે ભાવનગર કૃષ્ણનગરમાં વર્ધમાન તપની 30મી ઓળીની સુંદર આરાધના કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...