તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા રવિવારે રિયલ એસ્ટેટ વર્ચ્યુઅલ ફેર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા તા.14 એપ્રિલને રવિવારે સવારે 10થી સાંજના 6 વાગ્યા સુધી બાંધકામ ક્ષેત્રે શહેરમાં હકારાત્મક માહોલ તૈયાર થાય તે હેતુથી જુદી જુદી બાંધકામ સાઇટ ખાતે રિયલ એસ્ટેટ વર્ચ્યુઅલ ફેરનું આયોજન કરાયું છે. આ સાઇટ ખાતે રવિવારે મુલાકાત લેનારાઓને મર્યાદિત સ્ટોકમાં આકર્ષક ભેટ પણ આપવામાં આવશે. 7 સાઇટ છે તેમાં 21-21 મુલાકાતી\\\"ને ગિફ્ટ મળશે. આ ઉપરાંત પ્રોપર્ટી બૂક કરાવનારાને બિલ્ડર તરફથી આકર્ષક સ્કિમનો લાભ આપવામાં આવશે.

શહેરમાં જુદા જુદા બાંધકામની સાઇટ પર રિયલ એસ્ટેટ વર્ચ્યુઅલ ફેર આ રવિવારે યોજાશે. જે સાઇટ છે તેમાં શિવાલય રેસિડેન્સી(લીલા સર્કલથી સીદસર રોડ, આહિર કન્યા છાત્રાલય પાછળ, સીદસર રોડ), નીલકંઠ રેસિડેન્સી (આહિર કન્યા છાત્રાલય પાછળ, સીદસર રોડ), શ્રીયા આર્કેડ (અક્ષર હીલ, ઇસ્કોન ઇલેવનની બાજુમાં, નવો સીદસર રોડ), રાધેક્રિષ્ના ટેનામેન્ટ, બાલા હનુમાન મંદિર સામે,150 ફૂટ રિંગ રોડ , લીલા ઉડાન ફ્લેટની પાછળ, સુભાષનગર), વૃંદાવન રેસિડેન્સી (150 ફૂટ રિંગ રોડ, લીલા ઉડાનની પાછળ, સુભાષનગર), રાધા વલ્લભ હાઇટસ(કબીર આશ્રમ, કેપીઇએસ સ્કૂલ પાસે, કાળીયાબીડ) અને દેવપ્રયાગ રેસિડેન્સી(મહુવા ઉના રોડ, જ્ઞાનમંજરી સ્કૂલ સામે, મહુવા)નો સમાવેશ થાય છે. વધુ માહિતી માટે મોબાઇલ નં.9714034004 ઉપર સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...