રણજી ટ્રોફી : તામિલનાડુના 424 : જગદીશનના 183 રન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બીસીસીઆઇ દ્વારા રમાડવામાં આવતી રણજી ટ્રોફીની અંતિમ લીગ મેચમાં તામિલનાડુની ટીમે 424 રન નોંધાવ્યા છે. બીજા દિવસની રમત બંધ રહી ત્યારે સૌરાષ્ટ્રની ટીમે 3 વિકેટે 107 રન નોંધાવ્યા છે.

રાજકોટના એસસીએ સ્ટેડિયમ ખાતે તામિલનાડુની ટીમે તેઓના ગઇકાલના સ્કોર 7 વિકેટે 150 રનથી આજે આગળ રમવાનું શરૂ કરતા અણનમ રહેલા જગદીશને સૌરાષ્ટ્રના બોલરોને મચક આપ્યા વિના ટીમના સ્કોરને આગળ ધપાવ્યો હતો. પ્રવાસી ટીમ 128.4 ઓવર્સમાં 424 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. જેમાં એન.જગદીશને 183 રનને મેરોથન ઇનિંગ રમી હતી. મહોમ્મદે 42 રનનું યોગદાન આપ્યુ હતુ. સૌરાષ્ટ્રના સુકાની જયદેવ ઉનડકટે 73 રનમાં 6 વિકેટો ખેડવી હતી. ઉનડકટે ચાલુ સીઝનમાં 51 વિકેટો મેળવી છે, અને પ્રથમ શ્રેણી ક્રિકેટ કારકીર્દિમાં 18મી વખત 5 વિકેટથી વધુ તથા ચાલુ સીઝનમાં 5મી વખત 5 વિકેટથી વધુ વિકેટો પ્રાપ્ત કરી છે.

સૌરાષ્ટ્રની ટીમે 41 ઓવર્સમાં 3 વિકેટે 107 રન નોંધાવ્યા છે. અવિ બારોટના અણનમ 38 રન, અર્પિત વસાવડાના અણનમ 11, કિશન પરમારના 24 રન મુખ્ય હતા.

સૌરાષ્ટ્રે 107 રનમાં 3 વિકેટો ગુમાવી
અન્ય સમાચારો પણ છે...