રંડોળા ગામની ટપાલ પહોંચી જાય છે રંઘોળા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિતાણા તાલુકાના રંડોળા ગામના માજી સરપંચ મહિપતસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર તેમના ગાની ટપાલ સિહોરથી આવે છે એટલે કે ગામ પાલિતાણા તાલુકાનું હોવા છતાં પીનકોડ સિહોરનો લાગે છે. અને છેલ્લા ઘણા સમયથી રંડોળા ગામની ટપાલ રંઘોળા ગામે જતી રહે છે. અને લોકોને લગ્નપત્રિકા, કોલ લેટર વગેરે સમયસર મળતા નથી. આના કારણે લોકોને સરકારી કામોમાં અગવડ પડે છે. પોસ્ટમેન આવીને કોઇની ટપાલ કોઇને આપીને જતો રહે છે. અગાઉ આ ગામમાં લોકોના આધારકાર્ડ ગૂમ થવા સુધીની ઘટના બની ચૂકી છે. પરંતુ ટપાલીએ લોકોની માફી માંગતાં તેમાં ભીનું સંકેલાઇ ગયું છે.આ બાબતે સિહોર પોસ્ટ ઓફિસમાં અવારનવાર મૌખિક રજૂઆત કરવા છતાં આ પ્રશ્નનો કોઇ ઉકેલ આવતો નથી. માજી સરપંચે વધુમાં કહ્યું કે એક તરફ રંડોળા ગામની ટપાલ રંઘોળા જતી રહે છે. તો બીજી તરફ કેટલીક ટપાલ આવતી જ નથી. આ અંગે જીલ્લાના ટપાલ અધિકારીઓ ધ્યાન આપી પ્રશ્નનો વહેલી તકે ઉકેલ લાવે તેમ લોકો ઇચ્છી રહ્યા છે. અન્યથા ઉપરના લેવલે રજૂઆત કરવાની ફરજ પડશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...