તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજુલામા પ્રભુના નામધારી શખ્સ ચલાવે છે સેકસ રેકેટ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મારા જીવનની ખુબ જ દુ:ખદ, ધુણાસ્પદ અને શરમજનક કહી શકાય તેવવુ સેક્સ સ્કેન્ડ રાજુલામા ચાલી રહયુ છે.અને આ તદન સત્ય ઘટના છે.આ શબ્દો છે રાજુલાના એક આધેડના જેમણે નામ ન છાપવાની શરતે જણાવેલ છે કે રાજુલામા ભગવાનના નામથી ઓળખાતા અને અન્ય એક શખ્સે જે ખાખબાઇ પરા વિસ્તારમા રહે છે. આ બન્નેએ મળી બલ્યુ ફીલ્મની કેટલીક વેબ સાઇટો બનાવવાનો વ્યવસાય વિકસાવ્યો છે.

રાજુલામા રહેતા અને રાજકરણમા આગેવાન ગણાતા તથા ભગવાનના નામથી જાણીતા શખ્સે તેના ખાખબાઇ પરા મા રહેતા મિત્રની મદદથી મહિલાઓને યેનકેન પ્રકારે પોતાની જાળમા ફસાવી પછી ધાકધમકીનો ઉપયોગ કરી તે મહિલાઓની બ્લ્યૂ ફીલ્મો બનાવી તેની વેબસાઇટ બનાવી નેટ પર મુકવાનુ સેકસ કોંભાંડ આચરી રહયા છે.કેટલીક દિકરીઓની આબરૂ લૂૂંટી આ માથાભારે શખ્સો તેનો ગેર ઉપયોગ કરી રહયા છે.

તાજેતરમા એક મહિલાને વાડીએ લઇ જવાયા બાદ તેની સાથે બળજબરી કરી દુષ્કર્મ આચરાયુ હતુ. અને પછી તેણીને ધાકધમકી આપી અવાર નવાર તેઓના તાબે થવા મજબુર કરાતી હતી.અને આ મહિલાના બીભત્સ વીડીયો બનાવી લીધા છે.ગરીબ અને લાચાર ઘરની મજુર વર્ગની મહિલાઓ કે જે ચાંચ બંદર ગામ,ખેરા ગામ,પટવા ગામ,ખાખબાઇ ગામ અને કોટડી તથા રાજુલામા આવેલ બીડી કામદાર વિસ્તારની બહેનોને ફાસવાય છે.

આ મહિલાઓને મજબુર કરી તેઓને મેકઅપના થથેડા કરી ખાસ કરીને હિંડોરાણા ચોકડી,મહુવા રોડ,કનૈયા કોમ્પલેક્ષ, રાજુલાથી હિંડોરણા ગામના રસ્તા ઉપર આવેલ હોટલોમા તેમજ દિવની કેટલીક હોટલોમા વીડીયો ઉતારવામા આવે છે.અને તેની જુદી ભાષામા ડબીંગ કરાય છે. અને તેની વબસાઇટ બનાવી મુકાય છે.જે અંગે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહીની માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો