તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજનાથસિંહે ઉમેદવાર ભારતીબેન શિયાળના નામનો ઉલ્લેખ ન કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ખાતે ગણમાન્ય નાગરિક સંમેલનમાં કેન્દ્રના ગૃહમંત્રી રાજનાથસિંહે પટેલ અને મુસ્લીમ મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમણે ભાવનગર લોકસભાના ભાજપના ઉમેદવાર ભારતીબેન શિયાળના નામનો પ્રવચનમાં ક્યાંય ઉલ્લેખ કર્યો ન હતો. તેમણે જણાવ્યું હતું કે, સંઘ પરિવાર ક્યારેય મુસ્લિમોને નફરત કરવાનું કહેતો નથી.

ભાવનગરમાં ભાજપના ઉમેદવાર ભારતીબેન િશયાળ સામે કોંગ્રેસના ઉમેદવાર મનહરભાઈ પટેલ છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે પ્રવચનની શરૂઆતમાં જ સરદાર વલ્લભભાઈ પટેલનો ઉલ્લેખ કર્યો હતો.

નહેરૂને બદલે સરદાર વલ્લભભાઈ પટેલે જો કાશ્મીરનો પ્રશ્ન હાથમાં લીધો હોત તો આજે કાશ્મીરની સ્થિતિ અલગ હોત. તેમણે મહાત્મા ગાંધીથી માંડી દયાનંદ સરસ્વતી સહિતના અનેક ગુજરાતના પનોતા પુત્રોને યાદ કર્યાં હતાં.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં ગૌત્રમાંથી આવતા રાજનાથસિંહે કોંગ્રેસ પર િહન્દુ-મુસ્લીમના ભાગલા પડાવવાનો અને મુસ્લીમોને ભયભીત કરવાનો આક્ષેપ કરી જણાવ્યું હતું કે તૃષ્ટીકરણનું આવું રાજકારણ અમે કરતા નથી. સંઘે ક્યારેય કહ્યું નથી કે મુસ્લીમોને નફરત કરો.

ભાવનગરમાં ભાજપના કોળી ઉમેદવાર ભારતીબેન સામે કોંગ્રેસનો નવો પાટીદાર ચહેરો મનહરભાઈ પટેલનો ઊતાર્યો છે ત્યારે મુસ્લીમ અને પાટીદાર મતદારો પર રાજનાથસિંહના આ બૌદ્ધિક સંમેલનની કેવીક અસર પડશે તે પર સૌની મીટ છે.તેમણે ઉદઘોષક ધીરેનભાઇ વૈષ્ણવને જાહેરમાં બીરદાવીયા હતા.

અન્ય સમાચારો પણ છે...