તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેલવે ટર્મિનસે પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ 91% ઘટ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર વિશ્વમાં ભારે ભય ફેલાવનાર કોરોના વાયરસને કારણે પ્લેટફોર્મ પર ઓછો ધસારો થાય અને લોકોને બચાવી શકાય તેવા હેતુથી વેસ્ટર્ન રેલવે દ્વારા ભાવનગર ડિવિઝનના તમામ રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટમાં 5 ગણો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો હતો અને તેની સીધી અસર જોવા મળી છે. અમલવારીના પ્રથમ દિવસે સરેરાશ દિવસોમાં પ્લેટફોર્મ પરના મુસાફરોની સંખ્યામાં નાટકિય રીતે ઘટાડો થયો છે. અગાઉ ભાવનગર રેલ્વે ટર્મીનસે રોજ સરેરાશ 250 પ્લેટફોર્મ ટીકીટ ખપતી તે હવે ઘટીને 24 થઈ જતા વેચાણમાં 91ટકા જેટલો ધરખમ ઘટાડો થયો છે.

આ અંગે માહિતી આપતા ભાવનગર રેલવે ડિવિઝનના ડીઆરએમ પ્રતિક ગૌસ્વામીએ જણાવ્યુ હતુકે, રેલવેના મુસાફરોને ટ્રેન સુધી મુકવા માટે આવતા સ્વજનો મોટી સંખ્યામાં પ્લેટફોર્મ પર આવે છે. કોરોના વાયરસથી સમગ્ર દેશ સાથે મળીને લડી રહ્યો છે, તેવા સમયમાં ભારતમાં પણ આ વાયરસ વધુ ન ફેલાય તેવા હેતુથી સરકાર દ્વારા અનેક પગલા ભરવામાં આવી રહ્યા છે. પશ્ચિમ રેલવેની સુચના પ્રમાણે ભાવનગર ડિવિઝનના તમામ રેલવે સ્ટેશનોએ મુસાફર સીવાયના લોકોની ભીડ ઓછી એકત્ર થાય તેવા હેતુથી તા.18થી પ્લેટફફોર્મ ટિકિટના દર રૂપિયા 10માંથી વધારીને 50 કરવામાં આવ્યા છે. જો કે તેની અસર પણ મુસાફરોના સ્વજનોમાં જોવા મળી રહી છે.

ભાવનગરમાં પ્લેટફોર્મ ટિકિટ ઘટી

તારીખ મુસાફરોની સંખ્યા

01.03.2020 204

02.03.2020 157

03.03.2020 518

04.03.2020 160

05.03.2020 175

06.03.2020 186

07.03.2020 154

08.03.2020 208

09.03.2020 71

તારીખ મુસાફરોની સંખ્યા

10.03.2020 407

11.03.2020 212

12.03.2020 168

13.03.2020 185

14.03.2020 146

15.03.2020 204

16.03.2020 131

17.03.2020 455

18.03.2020 24

અન્ય સમાચારો પણ છે...