તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નેશનલ બાસ્કેટ બોલ સ્પર્ધા પંજાબ, તામિલનાડુની જીત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | ભાવનગર ખાતે રમાઇ રહેલી નેશનલ બાસ્કેટબોલ ટૂર્નામેન્ટમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તામિલનાડુની ટીમે ગ્રુપ-એની મેચમાં યજમાન ગુજરાતની ટીમને 85-44ની સરસાઇથી પરાજય આપ્યો હતો. જ્યારે પંજાબની ટીમે તેનો બીજો વિજય રાજસ્થાનની ટીમને હરાવીને મેળવ્યો હતો. જ્યારે મહિલા વિભાગમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇન્ડિયન રેલવેની ટીમે પશ્ચિમ બંગાળની ટીમને 109-63 થી પરાજય આપ્યો હતો. પંજાબ અને રાજસ્થાનની મેચમાં અંતે 101-80 ના સ્કોરથી પંજાબનો વિજય થયો હતો. પંજાબના ખેલાડી અમ્રીતપાલે 31 પોઇન્ટ નોંધાવ્યા હતા. પુરૂષોની બી ગ્રુપની મેચમાં ઉત્તરાખંડની ટીમે ઇન્ડિયન રેલવેની ટીમને 82-77 ના સ્કોરથી હરાવી હતી. મહિલા�ઓની મેેચમાં તેલઘાંણાની ટીમે મહારાષ્ટ્રની ટીમને હરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...