તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેન્સ અને વિમેન્સ ઇવેન્ટમાં પંજાબે ગુજરાતને આસાનીથી પરાસ્ત કર્યુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ખાતે રમાઇ રહેલી 69મી સીનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં સોમવારે મોટો અપસેટ સર્જાયો હતો, અને લીગ તબક્કામાં વર્તમાન ચેમ્પિયન તામિલનાડુને કર્ણાટકની ટીમે રોમાંચક બનેલી મેચમાં ફક્ત 4 પોઇન્ટના અંતરથી હાર આપી હતી.

યજમાન ગુજરાતની ટીમ માટે સોમવારનો દિવસ તેઓની અપેક્ષા પ્રમાણેની રહ્યો ન હતો અને મેન્્સ તથા વિમેન્સ વિભાગમાં પંજાબની ટીમે પરાજય આપ્યો હતો. મેન્સમાં પંજાબની ટીમે પ્રથમ ક્વાટરથી જ ગુજરાત પર પક્કડ મેળવી લીધી હતી અને 75-54ના માતબર અંતરથી ગુજરાતને હાર આપી હતી. પંજાબ વતી અમરિતપાલસિંઘે 23 જગદીપસિંઘે 16, અશપ્રીતે15 પોઇન્ટનું યોગદાન આપ્યુ હતુ. ગુજરાતની ટીમનું શૂટિંગ વિખેરાયેલુ હતુ અને મળેલી તકોને પોઇન્ટમાં તબદીલ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. વિમેન્સ ઇવેન્ટમાં પણ પંજાબ સામે ગુજરાતને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે, પંજાબની ટીમે ગુજરાતને 65-18 હાર આપી હતી.

વર્તમાન ચેમ્પિયન તામીલનાડુને કર્ણાટકની ટીમે હાર આપી હતી. કર્ણાટકે 84-80ના સાંકડા અંતરથી મેચ જીતી હતી. કર્ણાટક વતી અનિલકુમારે 25, શશીકુમારે 17 પોઇન્ટ ફટકાર્યા હતા. તામીલનાડુના આર.હરીરામે 24, પી.જીવનનાથને 13 પોઇન્ટનું યોગદાન આપ્યુ હતુ. જ્યારે અન્ય એક લીગ મેચમાં સર્વિસીઝની ટીમે ચંડીગઢને 86-65ના અંતરથી હાર આપી હતી.

મેન્સ વિભાગની રોમાંચક બનેલી અન્ય એક લીગ મેચમાં હરિયાણાએ માત્ર 2 પોઇન્ટના અંતરથી મહારાષ્ટ્રને પરાસ્ત કર્યુ હતુ. હરિયાણાએ 82-80ના અંતરથી મહારાષ્ટ્રને હાર આપી હતી. જમ્મુ-કાશ્મીરે પોંડીચેરીને 62-41થી, આંધ્રપ્રદેશે હિમાચલપ્રદેશને 59-47થી, છત્તિસગઢે નાગાલેન્ડને 60-34થી હાર આપી પોત પોતાની લીગ મેચો જીતી લીધી હતી.

નેશનલ બાસ્કેટબોલ ચેિમ્પયનશીપથી ભાવનગરમાં અદમ્ય ઉત્સાહ છવાયો
ભાવનગરના સિદસર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે રમાઇ રહેલી 69મી સીનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપની મેચો નિહાળવા માટે શહેરના લોકો મોટી સંખ્યામાં દરરોજ ઉમટી પડે છે. 12મી જાન્યુઆરીના રોજ મેન્સ અને વિમેન્સ વિભાગની ફાઇનલ મેચો રમાવાની છે. લાંબા સમય બાદ નેશનલ કક્ષાની ટુર્નામેન્ટ રમાતી હોવાથી અને ઇનડોર સ્ટેડિયમમાં બેઠક વ્યવસ્થા સારી હોવાથી શહેરીજનો મેચ નિહાળવા સવારથી પહોંચી જાય છે. ભારતની 59 ટીમો મેન્સ અને વિમેન્સ ઇવેન્ટમાં ભાગ લઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...