તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોકરી અપાવવા વધુ રકમની માંગણી માટે પ્રોફેસરનું અપહરણ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર | ભાવનગર પ્લોટનં.1740/એ, શીવપાર્ક સોસાયટી, કાળીયાબીડમાં અને અમરેલીની પ્રતાપરાય કોલેજમાં પ્રોફેસર તરીકેની ફરજ બજાવતા સંજયભાઇ ધીરજલાલ દવે તથા અન્ય 35 થી 40 યુવાનોને નોકરી આપવાનું કહી સિહોરના અગીયાળી ગામના અવલેશ ધનજીભાઇ જાનીએ એક યુવક દીઠ 5 લાખ લેખે એડવાન્સના રૂા.1 કરોડ 58 લાખ લઇ લીધા હતા. ત્યાર બાદ પણ નોકરી નહી અપાવતા ફરીયાદી સાથે આ અંગે બોલાચાલી થતા તથા રૂા.2 કરોડ 50 લાખની વધુ માંગણી કરતા એ વધુ પૈસા નહી અપાતા અગીયાળી ગામના જ અવલેશ ધનજીભાઇ જાની, અજય રમેશભાઇ જાની, નરેશ પરશોતમભાઇ જાની, રમેશભાઇ ધનજભાઇ જાની, પ્રાણ ધનજીભાઇ જાની, હરગોવિંદ ધનજીભાઇ જાની અને બાલા લક્ષ્મણભાઇ ધાંધલ્યા સહીતના અજાણ્યા શખ્સોએ વળાવદ સિહોર પાસેના રોડ પરથી સંજયભાઇનું અપહરણ કરી અગીયાળી ગામે વાડીમાં લઇ જઇ માર માર્યા હતો. તે દરમિયાન ફરીયાદીના પત્નીની ફરીયાદના આધારે પોલીસે અગીયાળી ગામે જઇ સંજયભાઇને છોડાવી હોસ્પીટલના આધારે પોલીસે અગીયાળી ગામે જઇ સંજયભાઇને છોડાવી હોસ્પીટલમાં ખસેડાયા હતા. આ અંગેની સિહોર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાતા પોલીસ અધિકારી સોલંકીએ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો