તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા Â ગેરકાયદે રીતે વ્યાપક ગર્ભપાત અને ગેરલાયક વ્યક્તિઓ દ્વારા મોટાપાયે થાય છે પરિક્ષણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ રિપોર્ટર ¿ ભાવનગર | 11 જાન્યુઆરી

જિલ્લામાં દર્દીના શરીરની અંદરૂની સ્થિતિ જાણવા માટે ઉપયોગી બનતા સોનોગ્રાફી મશીનની સંખ્યા આજે 178 જેટલી છે. તેમાંથી 110 કાર્યરત છે. બાકીના 68 સોનોગ્રાફી મશીનો યા તો રજીસ્ટ્રેશન કેન્સલ કરેલાં છે અથવાતો સસ્પેન્ડ થયેલાં છે. આથી ટકાવારીની દ્રષ્ટિએ 38 ટકા મશીનો ગેરકાયદેસર છે. તેના થકી મહિને સરેરાશ 5000 જેટલાં પરીક્ષણો થાય છે. સોનોગ્રાફી દ્વારા ભાવનગર શહેર-જીલ્લામાં વ્યાપક પ્રમાણમાં ભૃણ પરિક્ષણ થાય છે એક હકીકત છે અને ભૃણ હત્યા પણ થાય છે એ પણ એક ભયંકર હકીકત હોવા છતાં ગેરલાયક વ્યક્તિ દ્વારા પરિક્ષણ સહિતના અનેક અનેક કિસ્સાઓ આરોગ્યખાતું અને કાયદાની પહોંચથી દૂર થઇ જાય છે.

આરોગ્ય સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર સોનોગ્રાફીનો ઉપયોગ માત્ર રેડીયોલોજીસ્ટ અને ગાયનેકોલોજીસ્ટ જ કરી શકે છે. તેમ છતાં ભાવનગર જીલ્લામાં ગેરલાયક વ્યક્તિઓ દ્વારા તેનો ઉપયોગ થતો હોવાના કિસ્સા જાણવા મળી રહ્યા છે.

સામાન્ય રીતે એવું જરૂરી નથી કે પ્રસુતા મહિલાએ ચેક-અપ કરાવવું જ જોઇએ પરંતુ એવો આગ્રહ રાખવામાં આવે છે કે તેણે એકાદવાર ચેક અપ કરાવવું જોઇએ. નિયમો એવા પણ છે કે સોનોગ્રાફી અંગે ડોકટર દર્દીને પેટમાં રહેલા બાળકની જાતિ જણાવી ન શકે અને દર્દી પૂછી પણ ન શકે. વળી પરિક્ષણ થાય તો તેનું એક ફોર્મ ભરાય છે અને તેની નકલ આરોગ્ય ખાતાને મોકલાય છે.

જો કે એવા કોઇ કેસ નોંંધાયા નથી પરંતુ છેલ્લા એક વરસમાં સોનોગ્રાફી સીલ કરવાના બે કેસ નોંધાયા છે. બાકી કેટલીક ક્લીનીકો યોગ્ય ઓપરેટરના અભાવે સામેથી પણ મશીન સીલ કરાવે છે.

સોનોગ્રાફીનો ઉપયોગ કરવા અંગે અનેક નિયમો છે જે ધ્ પ્રિકન્સેપ્શન એન્ડ પ્રિનેટલ ડાયેગ્નોસ્ટીક ટેકનીકસ (પ્રોહિબિશન ઓફ સેક્સ સિલેક્શન) એકટ 1994માં આવરી લેવાયા છે.સ્ત્રી-પુરૂષ ભેદ-પ્રભેદ અને રાગ-દ્વેષ મામલે અજ્ઞાન અને અણસમજની રેખાથી લોકોને બહાર લાવવાના સરકારના અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રયત્નો સાવ અસરહિન જતા નથી એને પરિણામ તો મળે છે. ભાવનગર જીલ્લમાં 178 સોનોગ્રાફી મશીન છે અને તેમાંથી 110 કાર્યરત છે. બાકીના 68 સોનોગ્રાફી મશીનો યા તો રજીસ્ટ્રેશન કેન્સલ કરેલાં છે અથવાતો સસ્પેન્ડ થયેલાં છે.

ચાલુ વરસમાં તળાજા અને સિહોર વગેરે કેસમાં સોનોગ્રાફી મશીનનો ગેરકાયદે ઉપયોગ પકડીને તેમાં એકશન પણ લેવાયાં છે.

ભ્રૃણ હત્યા રોકવા ભાવનગર અસલામત 38 % સોનોગ્રાફી મશીન ગેરકાયદેસર
જરૂર પડે કાનૂની કાર્યવાહી કરીએ છીએ
 ભ્રૃણ હત્યા અટકાવવા માટે પીએનડીટીના િનયમ છે તે મુજબ જિલ્લાભરની ખાનગી હોસ્પિટલોમાં સમયાંતરે ચકાસણી થાય છે અને સોનોગ્રાફી મશીનનો ગેરઉપયોગ પકડાય તો મશીનને સિલ કરવામાં આવે છે તેમજ જરૂર પડે હોસ્પિટલ સામે કોર્ટ કાર્યવાહી પણ કરવામાં આવે છે. ડો.અશ્વિનભાઈ તાવિયાડ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ભાવનગર

ફેકટ ફાઈલ
178 સોનોગ્રાફી મશીન જીલ્લામાં

110 જીલ્લામાં કાર્યરત મશીન

68 સીલ કરાયેલા મશીન

06 ને નોટિસ અપાઈ

02 મેઝર કેસમાં સીધા મશીન સીલ (સિહોર, તળાજા)

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો