તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાર્ટન મ્યુઝિયમમાં સચવાયા છે હડ્ડપ્પન સંસ્કૃતિના અવશેષો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મ્યુઝિયમ સપ્તાહની ઉજવણીનો આરંભ થયો છે ત્યારે ભાવનગર શહેરમાં ઇતિહાસપ્રેમીઓને બાર્ટન મ્યુઝિયમમાં અલભ્ય ચીજવસ્તુઓનો સંગ્રહ છે તે તા. 7 જાન્યુઆરીથી નિહાળવાની તક મળતી થઇ છે. સાથોસાથ ચિત્ર પ્રદર્શનને નિહાળવાની તક પણ શહેરના કલાપ્રેમીઓને તા. 7થી તા.13 જાન્યુઆરી સુધી મળશે.

આ ઉપરાંત ભાવનગરના પ્રજાવત્સલ ગોહિ‌લવંશના રાજવીઓ દ્વારા મળેલી અલભ્ય કલાકૃતિઓ તેમજ રજવાડી ચીજ-વસ્તુઓ અને લડાઈના રાજશાહી વખતના શસ્ત્રો પણ આ સંગ્રહાલયમાં જોવા મળે છે. તો વલ્લભી અને હડ્ડપ્પન સંસ્કૃતિના અવશેષો પણ બાર્ટન મ્યુઝિયમમાં જોવા મળે છે. આ મ્યુઝિયમ ઇ.સ.1895માં બંધાયેલું છે.

તા.7 થી 13 જાન્યુઆરી સુધી બાર્ટન મ્યુઝિયમ, ગાંધી સ્મૃતિ ભવન ખાતે સવારે 10થી સાંજના 5 સુધી છે. સાથે ચિત્રકાર દર્શનાબહેન વડોદરિયાના કુદરતી સૌંદર્યની ઝાંખી કરાવતા લેન્ડસ્કેપ ચિત્રોના પ્રદર્શનનુ઼ આયોજન પણ કરાયું છે.

જૂના સિક્કાઓથી લઇ હથિયારો સચવાયેલા છે
ભાવનગર શહેરમાં આવેલા આ બાર્ટન મ્યુઝિયમમાં હડ્ડપ્પન સંસ્કૃતિના અવશેષો જોવા મળે છે. હાથબ અને તેની આજુબાજુના વિસ્તારમાં પુરાતત્વ વિભાગ દ્વારા ઉત્ખનન કરાયા બાદ સૈકાઓ જૂના સિક્કા, આભૂષણો, હથિયારો, વિ. મળ્યા તે આ મ્યુઝિયમમાં બરાબર જતનપૂર્વક સાચવાયા છે. જુદી જુદી 25 કેટેગરીના હજારો નમૂનોઓ જતનપૂર્વક સચવાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો