તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદના શબ્દોત્સવમાં ભાવનગરના કવિઓની પ્રસ્તૂતિ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પૂ. મોરારિબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં તા. 12-1-2020 રવિવાર બપોરે 3.30 કલાકે ટાઉન હોલ, એલીસબ્રીજ અમદાવાદ ખાતે પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનાર આ શબ્દોત્સવમાં ભાવનગરના ત્રણ કવિઓ એમની કલાની પ્રસ્તુતિ કરશે. જેમાં કવિ વિનોદ જોશી, હરદ્વાર ગોસ્વામી અને રક્ષા શુક્લ કાવ્યપાઠ કરશે. જેમાં શબ્દ અને સૂરના મહારથીઓ એમની કલા પ્રસ્તુત કરશે. આ શબ્દોત્સવમાં ભાગ્યેશ જહા, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, તુષાર શુક્લ, માધવ રામાનુજ, સૌમ્ય જોશી ઈત્યાદી જાણીતા કવિઓ સાથે ભાવનગરના ત્રણ કવિઓ પણ કાવ્યપાઠ કરશે.

જાણીતા ગાયક આરતી મુનશી અને શ્યામલ-સૌમિલ આ કવિઓની રચનાને સ્વર આપશે. પૂ. મોરારિબાપુ અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા વક્તવ્ય આપશે. આમ શબ્દોત્સવમાં કલા અને સાહિત્યની ભાવનગરના કવિઓ પ્રસ્તુતિ કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો