તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંક્રાંતિની પૂર્વ સંધ્યાએ બજારમાં બેફામ ભાવ વધારો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાયેલા દોરા સાથે ફીરકીના ભાવમાં રૂા.50નો વધારો

ભાવનગર | 13 જાન્યુઆરી

તા.14 જાન્યુઆરીને સોમવારે પતંગ પર્વ મકરસંક્રાંતિ છે ત્યારે ભાવનગર શહેરમાં પતંગ, દોરા, માંજો પાવા, શેરડી, બોર, જમરૂખ, ઉંધિયાનું શાક વિ.ના ભાવમાં જબ્બર ઉછાળો આવ્યો છે. આમ છતાં ભાવનગર શહેરમાં મોડી સાંજે પણ બજારમાં વિવિધ ચીજોની ખરીદીમાં ધૂમ ઘરાકી જોવા મળી હતી. નોટબંધીથી જે નકારાત્મક અસર બજારમાં જોવા મળી તે આજે દુર થઇ હોય તેવુ઼ લાગતું હતુ.

આજે પતંગ બજારમાં ગત સપ્તાહે રૂા.20માં મળતા પંજો આજે રૂા.30માં વેચાયા તો પાકો માંજો પાયેલા ગુણવત્તાયુક્ત દોરા સાથેની ફિરકીના ભાવ રૂા.200 હતા તે આજે રૂા.250થી રૂા.275 સુધી ખંખેરાયા હતા. તો સાદા રીલ પાવાના રૂા. પ૦ થઇ ગયા હતા. તો બોરનો ભાવ રૂા.40 હતો તે રૂા. 60થી રૂા.80ને આંબી ગયો તો શેરડીના ભારાનો ભાવ રૂા.100 હતો તે આજે રૂા.150થી રૂા.200 થઇ ગયો હતો. જમરૂખનો ભાવ રૂા.30 હતો તે આજે રૂા.50થી રૂા.70 થઇ ગયો હતો.

ભાવનગર શહેરમાં આજે આખો દિવસ પતંગની સાથોસાથ પંપૂડા, સન ગ્લાસ-ગોગલ્સ અને ટોપી જેવી આનુસાંગિક ચીજ વસ્તુ�ઓનું પણ ધૂમ વેચાણ થયું હતુ. તેમાં પણ આડેધડ ભાવ વસુલાયા હતા.

પતંગ બજારમાં ગત સપ્તાહે રૂા.20માં મળતા પંજા રવિવારે રૂા.30માં વેચાયા
અન્ય સમાચારો પણ છે...