તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાવર પ્લાન્ટનું પ્રદૂષણ અનિયંત્રિત GPCB તંત્રને મોડે મોડે થયું ભાન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભાવનગર જિલ્લાના બાડી, પડવા ગામે આવેલા ગુજરાત સ્ટેટ ઇલેકટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડના પાવર પ્લાન્ટ દ્વારા બેફામ રીતે ઓકવામાં આવી રહેલા પ્રદૂષણની ફરિયાદ આજુબાજુના 10 ગામોના ખેડૂતો, ખેડૂત સંઘર્ષ સમિતિ, જાગૃત નાગરિકો દ્વારા વારંવાર લેખિત ફરિયાદો લાંબા સમયથી કરવામાં આવી રહી હતી, અંતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)ના રિપોર્ટમાં સ્વીકારવામાં આવ્યુ છે કે, આ પ્લાન્ટ દ્વારા જળ, વાયુ અને અન્ય પ્રકારના પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યા છે.

એકમમાંથી નિકળતુ પ્લાન્ટની બહારની ભાગે આવેલા તળાવમાં ટ્રીટમેન્ટ કર્યા વિનાનું છોડવામાં આવે છે. ગંદા પાણીની અસર ગ્રામ પંચાયતના કુવાને પણ થઇ રહી છે. આજુબાજુના ખેતરોમાં કપાસ, જુવારના પાક, આંબાના ઝાડ પર ખુબજ માત્રામાં ફ્લાય એશ જમા થયેલી હતી. ફ્લાય એશમાં પાણીનો છંટકાવ થતો નહીં હોવાનું જણાયુ છે. કોલસાનું હેન્ડલિંગ જ્યાં થઇ રહ્યું હતુ ત્યાં વાહનોની અવર-જવરથી ડસ્ટિંગ થઇ રહ્યું છે.આથી પ્લાન્ટ બંધ કરાવવાના જીપીસીબી દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા. પરંતુ અહીં સવાલ એ છે કે, જીપીસીબી તંત્રને બાડી, પડવા સહિતના 12 ગામના લોકો દ્વારા વારંવાર પ્રદૂષણ અંગે સાબિતી સાથે રજૂઆતો કરવામાં આવી હતી છતા તંત્રના બહેરા કાને અત્યારસુધી ગ્રામ્યજનોની ફરિયાદો અથડાઇ ન હતી. હાલના અધિકારીએ કડકાઇથી કામગીરી કરી અને રાજ્ય સરકારના જ એકમ પાવર પ્લાન્ટને બંધ કરવાના આદેશ સુધીના પગલા લીધા છે તેથી રાજકીય વર્તુળોમાં અગ્રણીઓના ભવાં ચઢી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો