તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારી વકીલની પરીક્ષા પાસ થવા છતાં પોસ્ટીંગ નહિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેટલી મહેનત અને અરમાનો સાથે ઉમદવારો જીપીએસસીની મહેનત કરતાં હોય છે, પરંતુ પાસ થવા છતાં પણ પોસ્ટીંગ નહિ મળતા િનરાશાનો સામનો કરવો પડે છે. આિસસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર વર્ગ-2ની પરીક્ષા 4-7-2016ના દિવસે ભાવનગરના 14 સહિત ગુજરાતના 543 ઉમેદવારોએ પાસ કરી હતી.છતાં હજુ તેઓને કંઈ હાથ લાગ્યું નથી.

એકતરફ સરકારી વકીલોના અભાવે અદાલતોમાં પેન્ડિંગ કેસોનો ભરાવો છે અને બીજી તરફ તેઓને િનમણૂંક નહિ અપાતી હોવાનો કકળાટ રાજ્યમાં ગાજે છે. કોઈપણ વાંક કે કારણ વગર એપોઈટમેન્ટના હક્કથી વંચિત રખાતા સરકારમાં અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં િનમણૂંક અપાઈ નથી. સંવેદનશીલ સરકારની વાત કરવામાં આવે છે પરંતુ બેરોજગારોની રોજગારી માટે દર્શાવવામાં આવતી નથી. સરકારી વકીલોની િનમણૂંકના અભાવે હાલની ન્યાયિક પ્રક્રિયામાં ન્યાયાધીશને ક્યારેક બેવડી ભૂિમકા ભજવવી પડતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...