તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગરીબ બાળકોએ પોતાના વિચારોને રંગીન બનાવી કલાની દેખાડી અમીરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

આર્થિક અસધ્ધરતાને કારણે ઝુપડપટ્ટી અને પછાત વિસ્તારમાં રહેતા બાળકોની કૌશલ્ય શક્તિ પણ અંદરને અંદર દબાઈ રહે છે. તેઓના મોજશોખ અને આનંદ પણ કુવામાંના દેડકા સમાન બની રહે છે. ત્યારે 100 થી વધુ ગરીબ બાળકોને વંચિતોના વાણોતરની બાલવાડીએ રમત-ગમતના અને આંતરિક કૌશલ્ય શક્તિના કરમાયેલા ગુણોને ખીલવવાનો પ્રયાસ કર્યો હતો.

રસ્તા પર અને શેરી, ફળિયામાં મોય દાંડિયા અને લખોટીની રમત રમી નિજાનંદ માણતા આર્થિક રીતે પછાત બાળકોને ટેબલ ટેનિસ, બેડમિન્ટન કે ટ્રેક પર રનીંગની ગેમ તો સપના સમાન જ લાગે. પરંતુ તે સપનાને વંચિતોના વાણોતરની બાલવાડીએ સાકાર કર્યું હતું. મુમતાઝબેન સમા, પ્રજ્ઞાબેન ગાંધી, દિપીકાબેન ધોળકિયા અને તેજલબેન મહેતાએ પછાત વિસ્તારમાં રહેતા 100 જેટલા નાના બાળકોને સીદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લેવડાવી ત્યાં રમત-ગમતના ગુણો ખીલે તે હેતુથી જુદી જુદી રમતો પણ રમાડવામાં આવી હતી.

તદુપરાંત બાળકોમાં છુપાયેલી કલા અને કૌશલ્યને પણ કાગળ પર પીંછી વડે રંગોથી વિચારોનો વિહાર કરાવ્યો હતો. પાણી બચાવો સહિતના સામાજિક સંદેશાઓના વિષય પર ચિત્ર સ્પર્ધા યોજતા આ ગરીબ અને પછાત વર્ગના કહેવાતા બાળકોમાં કલાની અમીરીના દર્શન થયા હતા. પોતાના વિચારોને ચિત્રમાં અદભુત કલર સાથે વ્યક્ત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો