કૃપા કરી પ્રતિક્ષા કરો... દોઢ લાખ કરદાતા રીટર્ન ફાઈલ કરી રહ્યા છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) પોર્ટલમાં સતત પ્રિય કરદાતા દોઢ લાખ કરદાતા અગાઉથી આ સામયે પોતાના રિટર્ન ફાઇલ કરી રહ્યા છે, કૃપા કરી તમારા વારાની રાહ જુઓ એવા મેસેજ વારંવાર આવી રહ્યા છે ઉપરાંત સતત નડી રહેલી તકલીફો અંગે એડવોકેટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા ટેક્સ પ્રેક્ટિશનરોની જોઇન્ટ એસોસિએશન એક્શન કમિટી દ્વારા સીજીએસટી, એસજીએસટી, સાંસદ, ધારાસભ્ય, કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓને વેદનાપત્ર પાઠવી અને પોર્ટલની તકલીફો સત્વરે દૂર થાય તેવી માંગણી કરવામાં
આવી છે.

કાયદાના અમલીકરણના 31 માસ બાદ પણ જીએસટી પોર્ટલની ટેકનિકલ ખામીઓમાં કોઇ સુધારો થઇ શક્યો નથી. પોર્ટલની નબળી કામગીરીને કારણે કરદાતા, કર વ્યવસાયકારો અને દેશના હિતને નુકસાન થઇ રહ્યું છે. જે કિસ્સામાં રિટર્નની મુદ્દત વધારવામાં આવી હોય તેમાં લેટ ફી પરત કરવામાં આવે, વાર્ષિક રીટર્ન, રીકન્સીલેશન સ્ટેટમેન્ટની મુદ્દત વધારવા, રિટર્નના ફોર્મમાં સરળીકરણ લાવવા, હેલ્પ ડેસ્કની સુવિધા સુધારવા, વાર્ષિક રીટર્નની યુટિલીટી ચાલુ કરવા સહિતની 21 તકલીફો, વેદનાઓ અંગે તર્કબધ્ધ રીતે સીજીએસટી, એસજીએસટીના અધિકારીઓને આવેદનપત્ર પાઠવી સત્વરે તકલીફોનો અંત લાવવા માંગ કરી છે.

GST પોર્ટલ ફેલ : ટેક્સ પ્રોફેશનલોની તંત્રમાં રાવ
અન્ય સમાચારો પણ છે...