તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુનિ.માં ક્રિકેટ સહિતની 9 રમતોના સમર કોચિંગ કેમ્પનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા પ્રથમ વખત એક સાથે 9 રમતોના સમર કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.

આગામી તા.29/4 થી 15/05 દરમિયાન ક્રિકેટમાં 75 ખેલાડીઓ, ફૂટબોલમાં 50, બાસ્કેટબોલમાં 75, ટેબલ ટેનિસમાં 30, બેડમિંટનમાં 25, જૂડોમાં 25, યોગાસનમાં 50, હોકીમાં 60, કબડ્ડીમાં 25 ખેલાડીઓને સમર કોચિંગ કેમ્પમાં સ્થાન આપવામાં આવનાર હોવાનું શારીરિક શિક્ષણ નિયામક દીલિપસિંહ ગોહિલે જણાવ્યુ છે. મર્યાદિત સંખ્યામાં ખેલાડીઓને સામેલ કરવાના હોવાથી વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવનાર છે. દરેક રમતોમાં તેના વિષય નિષ્ણાંત કોચ દ્વારા કોચિંગ આપવામાં આવનાર છે. રસ ધરાવતા ખેલાડીઓને સમર કોચિંગ કેમ્પના ફોર્મ www.mkbhavuni.edu.in ઉપરથી નિયત ફી ચૂકવીને મેળવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...