Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીમૂલ્યોના માર્ગે પદયાત્રાનું \"પદયાત્રા પથ\' તરીકે નામાભિધાન કરવામાં આવશે
ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ જયંતી વર્ષની ઉજવણી બે વર્ષ સુધી કરવામાં આવી રહી છે. ગત વર્ષે ભાવનગર જિલ્લામાં ગાંધીમૂલ્યોના માર્ગે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પદયાત્રાની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે આગામી 16મી જાન્યુઆરીએ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા પદયાત્રાના માર્ગનું નામાંકન પદયાત્રા પથ તરીકે જાહેર કરશે.
પૂજ્ય બાપુની સ્મૃતિને ચિરકાળ બનાવવા કેન્દ્રીય શિપિંગ, કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા બુનિયાદી શાળાઓ અને સ્વૈચ્છિક સંગઠનોના સહયોગથી ભાવનગર જિલ્લાના તળાજા,પાલીતાણા અને સિહોર તાલુકામાંથી પસાર થતી ગાંધીમૂલ્યોના માર્ગે પદયાત્રાનું ગત 16 થી 22 જાન્યુઆરી 2019 દરમિયાન આયોજન કરાયું હતું. 150 કિલોમીટર લંબાઇની આ પદયાત્રા 35 ગામોમાંથી પસાર થઈ હતી. તત્કાલીન સમયે ઉપસ્થિત લોકોએ દર વર્ષે પદયાત્રા દિવસની ઉજવણી કરવા માટે માગણી કરી હતી. જેના ભાગરૂપે આ વર્ષે પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે 16મી જાન્યુઆરીના રોજ કેન્દ્રીય મંત્રી માંડવીયા પદયાત્રા પથ પર આવતા 150 ગામોના લોકો સાથે મુલાકાત કરશે. તથા જુદી-જુદી સાત સંસ્થાઓમાં આ કાર્યક્રમનું પણ આયોજન કરેલું છે. આ પદયાત્રા જે માર્ગ પરથી પસાર થઈ હતી તે માર્ગને પદયાત્રા પથ્થર તરીકે જાહેર કરવાના છે.