Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોટા દેરાસર ખાતે 283મી સાલગીરી નિમીતે શાંતીધારા અભિષેકનું કરાશે આયોજન

ભાવનગર ઃ મોટા દેરાસર ખાતે આદિનાથ દાદાની 283મી સાલગીરી નિમીતે તા.14/1ને મંગળવારે સવારે 6.30 થી 7.30 કલાકે શાંતીધારા અભિષેકનું આયોજન પ.પૂ.આ. સિંહસેન સુરી મ.સાની નિશ્રામાં કરવામાં આવેલ છે. તેમજ ધજા ચડાવવાનો આદેશ તા.13/1ને સોમવારે સવારે વ્યાખ્યાન સમય દરમ્યાન મોટા ઉપાશ્રયે આપવામાં આવશે. ભાવિક ભક્તોને પધારવા જણાવાયું છે.
શહેરના દિવ્યાંગ બાળકો દ્વારા મકર સંક્રાતિ પર્વની ઉજવણી ઘોઘાસર્કલ ખાતે કરાશે
ભાવનગર ઃ શહેરના દિવ્યાંગ અને અંકુર બાળકો આ પર્વની ઉજવણી તા.13/1ને સોમવારે બપોરે 4 કલાકે ઘોઘાસર્કલ પાસેના અખાડામાં કોંગ્રેસ અગ્રણીઓ સાથે પતંગ ચગાવીને પર્વની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે તમામ દિવ્યાંગ બાળકો મકરસંક્રાતિ પર્વની મજા માણશે.
વાળંદ જ્ઞાતિ સમાજનો રાજ્ય કક્ષાનો જીવનસાથી પસંદગી મેળો યોજાયો
ભાવનગર ઃ ભાવનગર વાળંદ જ્ઞાતિ સેવા મંડળ દ્વારા તા.11/1ના સહજાનંદ હોલ, કાળવીબીડ, ભાવનગર ખાતે વાળંદ જ્ઞાતિ સમાજનો રાજ્યકક્ષા જીવન સાથી પસંદગી મેળાનું આયોજન કરવામા આવ્યું હતું જેમાં ઉમેદવાર ભાઈ/બહેનોએ તથા વાલીઓએ સહિત 40 જેટલી સંખ્યામાં જ્ઞાતિજનો હાજર રહ્યા હતા.
નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા GLITZ & GLAM ફેશન શો યોજાશે
ભાવનગર ઃ નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા તા.13/1ને સોમવારે યશવંતરાય નાટ્યગૃહ ખાતે GLITZ & GLAM ચોથો ફેશન શો બપોરે 1 થી 3.30 કલાક દરમ્યાન યોજાશે જેમાં ફેશન ડીઝાઈનીંગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દ્વારા સ્ટીચ કરેલી ડ્રેસીસ ઉપર રેમ્પ વોક કરવામાં આવશે.