તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકભારતી સણોસરા ખાતે પશુપાલન શિબિર યોજાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરમતી ગૌશાળા અમદાવાદ દ્વારા લોકભારતી સણોસરા ખાતે યોજાયેલ પશુપાલન શિબિરમાં તજજ્ઞોએ જણાવ્યુ કે પશુપાલન સુધારણાથી જ દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ શકે છે. ભાવનગર અને બોટાદ જિલ્લાના પશુપાલક ખેડૂત ભાઈ - બહેનો માટે લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે શુક્રવારે સાબરમતી ગૌશાળા - અમદાવાદ દ્વારા ગીર - જાફરાબાદ ઓલાદ સુધારણા તથા ઉત્પાદન વૃદ્ધિ સંદર્ભે પશુપાલન શિબિર યોજાયેલ હતી. આ શિબિરમાં શિબિરાર્થીઓને તજજ્ઞોએ જણાવ્યું કે, પશુપાલન સુધારણાથી જ દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...